Skip to content

વાળ સફેદ થવાની સમસ્યા

15.78K viewsકબજિયાતવાળની સમસ્યાઅથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ આહાર આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડાયેટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ તપાસ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ ભારતમાં આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ મેસેજ આયુર્વેદ સંદેશ આયુર્વેદ સલાહ આયુર્વેદિક દવાઓ આયુર્વેદીક દવાઓ ઈન્ડિયા આયુર્વેદીક પધ્ધતિથી વજન ઓછું કરવું આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યના ઉપાયો આરોગ્યમ્ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ ઓનલાઈન કાયમી ઉપચાર કાયમી સારવાર કેરાલા આયુર્વેદ ગુજરાત આયુર્વેદ ઘરગથ્થુ ટ્વિટર નસ્ય નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ ફેસબુક મફત મેસેજ મફત સ્વાસ્થ્ય ટિપ્સ યોગા આયુર્વેદ લાઇફકેર આયુર્વેદ વૈદ્ય નિકુલ પટેલ વ્હોટ્સઅપ વ્હોટ્સએપ ટિપ્સ શિરોધારા શેમ્પુ સફેદ વાળ સ્વદેશી ચિકિત્સા સ્વસ્થ રહો સ્વાસ્થ્ય રક્ષા હેર ઓઈલ

મારી દીકરી હાલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરી રહી છે. કબજિયાતની સમસ્યા નથી. દીકરીને લગભગ એક વર્ષથી માથામાં સફેદ વાળની સમસ્યા છે. ડોકટરોના કહેવા પ્રમાણે ત્રણેક માસમાં એમણે બતાવેલી દવા ચાલુ રાખવાથી વાળ મૂળમાંથી કાળા થશે પરંતુ આજે ચાર માસ થવા છતાં કોઇ જ ફરક જણાયો નથી
તેની ઉંમર ફક્ત ૧૨ વર્ષની છે અને તેથી જો આગળ વધતાં અટકી શકે તો સારું અને તેના માટે યોગ્ય ઉપાય બતાવશો અને જો જરુર લાગે તો હું રૂબરૂ પણ આવવા તૈયાર છું
– મહેશ એન. પટેલ – ગાંધીનગર

આ વિષય પર વિગતવાર વાંચો

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

1. સામાન્ય રીતે અકાળે વાળ અસફેદ થવાની તકલીફને આયુર્વેદે પાલિત્ય રોગના નામથી વર્ણવેલ છે અને મોટેભાગે પિત્ત પ્રકૃતિ અને વારસાગત કારણો તેમાં મુખ્યત્વે જવાબદાર છે, આ ઉપરાંત અલગ અલગ પ્રકારના કેમિકલ્યુક્ત શેમ્પુ તથા બજારમાં મળતા નોન-સ્ટીકી હેઅર ઓઈલ જે માત્ર કેમિકલ્સ માંથી જ બનાવવામાં આવે છે અને જેમાં વાળને પોષણ મળવાને બદલે માત્ર ને માત્ર વાળ ખરાબ કરનાર સુગંધ અને કલર નો જ ઉપયોગ થતો હોય છે.આજે વાળ કોરા રાખવ એ ફેશન બની છે ત્યારથી વાળને પોષણ મળવાનું બંધ થઇ ગયું છે. વાળને યોગ્ય આહાર મળી રહે તેવા ખોરાક એ બદલે જંક ફૂડ ને સોફ્ટડ્રીંક જ એટલા બધા પિવાય છે કે જેને કારણે પોષણ મળવાનું જ રહ્યું નથી.

2. નવા નવા હેર કલર અને બજારમાં હર્બલ ને નામે મળતાં મહેંદી ના પેકેટમાં કલર ડાઇ એવી રીતે મિક્સ કરવામાં આવે છે કે બાકી રહેલા કાળા વાળ પણ સહેલાઇથી સફેદ થઇ જાય અને ચામડીની તકલીફ અને ક્યારેક આંખને થતું નુકસાન તો નફામાં . અને વાળની સમસ્યાના નિવારણ માટેની સભાનતા અને દેખાદેખી એ પ્રમુખ કારણ છે.

3. વાળ સફેદ થતાં અટકાવવા ઉપરોક્ત તમામ કારણોમાંથી બહાર નિકળવું એ સૌથી પહેલી વાત છે, અને વળી આ ઉપરાંતદૂધ, લીલા શાકભાજી અને ફળો નું પ્રમુખ સેવન એ ફાયદાકારક છે.

અથાણાં , આથેલી વસ્તુઓ, સોડા અને કોલ્ડ ડ્રિંક્સ ઉપરાંત મેંદાની વસ્તુઓ ન ખાવી જોઇએ.
ઉજાગરા અને દિવસની ઊંઘ બંધ કરવી જોઇએ.
વધારે પડતાં ટેન્સન કે ગુસ્સાવાળો સ્વભાવ પણ આના માટે કારણભૂત છે.

ઔષધોમાં આ પ્રમાણે આયોજન કરવું જોઇએ.
૧. સપ્તામૃત લોહ બે ગોળી બે વાર
૨. ભૃંગરાજ ઘનવટી બે ગોળી બે વાર
૩. અમ્લપિત્તહર ટેબલેટ એક ગોળી બે વાર
૪. હર્બલ હેર પેક ( આમળાં, ભાંગરો, નિલીની, જાસુદ, કમળ, ગુલાબ, કાંટાશેરીયો વગેરે) નો અઠવાડિયે એક વાર ઉપયોગ કરવો.
૫. આમળાં, અરીઠાં, શીકાકાઇ, કપુર કાચલીમાંથી બનાવેલ કેમિકલરહિત શેમ્પૂ જ વાપરવું.
૬. નિલીભૄંગરાજ તેલ કે આમલક તેલ નો નિયમિત ઉપયોગ કરવો.
૭. ષડ્બિંદુ તેલ થી નસ્યક્રિયા કરવી.
૮. શિરોધારા સારવાર પણ આમાં વધારે સારું પરિણામ આપી શકે.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. નસ્ય કર્મ
૨. શિરોધારા કર્મ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top