નમસ્તે સર
મારી ઊંમર ૪૫ વર્ષ છે. મને કેન્સર થયું છે તો તે મને આયુર્વેદ ના ઈલાજ થી મટી શકે ખરી? અને કેટલા વર્ષ મારે દવા કરવી પડે?
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને કેન્સરની તકલીફ છે અને આપની ઇચ્છા કેન્સર માટે આયુર્વેદની સારવાર કરાવવાની છે.
1. આપના બધા રિપોર્ટ લઇને એકવાર આપ રૂબરૂ મળવા આવી શકો છો. આપના રિપોર્ટ, રોગની સ્થિતિ અને હાલમાં ચાલતી સારવારને ધ્યાનમાં રાખીને આપને આયુર્વેદ દવાઓ શરૂ કરી શકાશે..
2. કેન્સરની સારવારમાં તેના સ્ટેજ પ્રમાણે પરિણામ મળતાં હોય છે. આગળ વધી ગયેલા સ્ટેજમાં અને રોગના સ્થાન અને રોગીની શારીરિક ક્ષમતા પ્રમાણે તેની સલાહ આપવામાં આવે છે.
3. આપ રૂબરૂ આવી ન શકો અથવા ઓનલાઇન કન્સલ્ટીંગ કરાવીને સારવાર પ્રાપ્ત કરવા માંગતા હો તો તેના માટે ફોન પર સંપર્ક કરીને ઇમેઇલ અથવા whatsapp કે અન્ય માધ્યમ દ્વારા સંપર્ક કરશો.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
જરૂર પડ્યે આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. શિરોધારા કર્મ
4. નસ્ય કર્મ
5. વમન કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps