વધું પડ્તું માસિક આવે છે સમય પહેલાં મહિનામાં ૧૫-૨૦ દિવસે માસિક આવવું કે ખુબ જ અને વારંવાર કપડા બગડ્યા કરે છે મારી ઊંમર ૪૮-૪૯ વર્ષ છે.
આ વિષય પર વિગતવાર વાંચો
વધુ આવતું માસિક કેવી રીતે અટકાવી શકાય? માસિક ખુબ જ આવે છે.
વધું પડ્તું માસિક આવે છે સમય પહેલાં મહિનામાં ૧૫-૨૦ દિવસે માસિક આવવું કે ખુબ જ અને વારંવાર કપડા બગડ્યા કરે છે મારી ઊંમર ૪૮-૪૯ વર્ષ છે.
ટેગ્સ – વધુ માસિક, વધારે પડતું માસિક, મહિનામાં બે વાર માસિક આવવું, વારંવાર કપડાં બગડવાં, લોહીવા, મેનોપોઝ, સ્ત્રી રોગ, સ્ત્રી સમસ્યા, માસિક સમસ્યા, રકતપ્રદર આયુર્વેદ પ્રશ્નોત્તરી, આયુર્વેદ ડૉક્ટર, આયુર્વેદ માર્ગદર્શન, આયુર્વેદ સલાહ, આયુર્વેદ કન્સલ્ટન્ટ, આયુર્વેદ, આરોગ્ય સમસ્યા, આયુર્વેદિક દવાઓ, આરોગ્ય, આરોગ્ય પ્રશ્નોત્તરી, ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ, વૈદ્ય નિકુલ પટેલ, અથર્વ આયુર્વેદ ક્લિનિક, પંચકર્મ, કાયમી સારવાર, કાયમી ઉપચાર, નિરામય સ્વાસ્થ્ય,સ્વાસ્થ્ય રક્ષા, આરોગ્ય, આયુર્વેદ પ્રશ્નોત્તરી, સ્વદેશી ચિકિત્સા, આયુર્વેદ ટિપ્સ, આરોગ્યમ્, Ayurveda, Ayurveda Doctor, Ayurveda Clinic, Dr. Nikul Patel, Ayurveda QA, Ayurveda Guidance,
જવાબ –
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપની ઉંમર ૪૮ વર્ષની છે. અને આપને મહિનામાં બે વાર એટલે કે પંદર- વીસ દિવસે
વારે વારે માસિક આવે છે અને વધારે પડતું માસિક આવે છે આ સમસ્યાના મુખ્યત્વ કારણોમાં;
મેનોપોઝની નજીકના દિવસો હોય તો પણ આવું થઈ શકે છે અને ખાસ કરીને હોર્મોન્સમાં ફેરફાર થવાને કારણે થઈને તે થતુ હોય છે.
આ સિવાયના અન્ય કારણોમાં ગર્ભાશયની યોગ્ય દિશામાં તપાસ કરાવવી તે ખૂબ જ આવશ્યક છે કદાચ ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ કે ગાંઠ કે બીજું કંઈક પણ નવું ડેવલોપમેન્ટ હોય તો તે આપણને ખબર પડે. તેથી આપને એક સલાહ છે કે આપ નજીકના કોઈ પણ સ્ત્રીરોગ નિષ્ણાંત પાસે જઈને અથવા તો આયુર્વેદ સ્ત્રીરોગ નિષ્ણાંત પાસે જઈને આપ ગર્ભાશયની યોગ્ય તપાસ કરાવી જોઈએ.
જો ગર્ભાશયમાં કંઈ પણ ના આવે તો નીચેની દવાઓ શરૂ કરવી ૬ મહિના દવાઓ લેવી ફાયદો લાગે તો આગળ વધારવી અથવા તો રૂબરુ મળીને વધારે સારી દવાઓ કરાવી શકાય .
નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. પુષ્યાનુગ ચૂર્ણ એક ચમચી સવારે – એક ચમચી સાંજે
૨. ચન્દ્રપ્રભાવટી બે ગોળી બે વાર
૩. શતાવરીચૂર્ણ દૂધ સાથે એક મોટી ચમચી સવારે
૪. શોણીતાર્ગલ રસ બે ગોળી બે વાર
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો. રોજ સવારે ચાલવા જવાનું.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps