Skip to content

બહેરાશ અને કાનમાં અવાજ……

19.08K viewsઆયુર્વેદકાનનાં રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Doctor Ayurveda Health tips Ayurveda QA ayurveda tips ayurveda treatment deafness Dr. Nikul Patel ear problem ENT diseases અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડાયેટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ તપાસ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ પ્રોડક્ટ આયુર્વેદ મસાજ આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ યોગા આયુર્વેદ વેબસાઈટ આયુર્વેદ સલાહ આયુર્વેદ સારવાર આયુર્વેદ સ્વાસ્થ્ય ટીપ્સ અકસીર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય આયુર્વેદિક ડૉકટર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક પધ્ધ્તિથી વજન ઓછું કરવું આયુર્વેદીક સારવાર આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યમ્ ઈન્ડિયન દવાઓ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કાયમી ઉપચાર કાયમી સારવાર કેરેલા આયુર્વેદ ગુજરાત ગુજરાતી આયુર્વેદ નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ ભારતમાં આયુર્વેદ લાઈફકેર વૈદ્ય નિકુલ પટેલ સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા

નમસ્તે સાહેબ
મારા જમણા કાનમાં પાંચ વર્ષથી બહેરાશ છે. હવે ડાબા કાનમાં પણ શરૂ થવા માંડી છે. બેઉ કાનમાં સતત જાતજાતના અવાજ આવે છે. બારેય મહીના શરદી મટતી નથી. નાક બંધ થઇ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ભણવાનું યાદ રહેતું નથી. માથું દુખ્યા કરે છે. એક વખત મુંબઇના એક જાણીતા ડોક્ટર પાસે કાનના પડદાનું ઓપરેશન પણ કરાવ્યું છે છતાં ફાયદો થયો નહી. હવે મારા અભ્યાસમાં ઘણી જ મૂશ્કેલી પડે છે. મને કોઈ ઉપાય બતાવશો મને તો જેમ કહેશો તેમ કરીશ

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને બહેરાશની તકલીફ છે આપે આપની ઉંમર અહીં જણાવી નથી. શરૂઆતમાં જમણા કાનમાં તકલીફ હતી અને હવે ડાબા કાનમાં પણ શરૂઆત થવા માંડી છે. સાથે સાથે તમને જાતજાતના અવાજ પણ આવે છે, પણ આ બધાના મૂળમાં જે વાત છે તે તમને ન મટનારી કાયમી શરદી છે.
ખાસ કરીને ગળાથી ઉપરના રોગોની અંદર અને કાનના રોગો જેમ કે કાનમાંદુખાવો થવો જેમ કે કાનમાંથી પરુ આવવું રસી આવવી, કાનના પડદામાં કાણું પડવું, બહેરાશ આવવી, કાનમાં અવાજ આવવો. આ બધાજ પ્રકારના કાનના રોગોની અંદર સૌથી મહત્વની વાત જો હોય તો કાયમી શરદી છે. જે લોકોને કાયમી શરદી રહેતી હોય યોગ્ય સારવાર ન થતી હોય તો તેને કાનના રોગો હંમેશા રહેતા હોય છે.
આપના કેસની અંદર જોઈએ તો આપને કાયમી શરદી છે. શ્વાસ લેવામાં તકલીફ છે અને નાક પણ બંધ થઈ જાય છે. આ બધાના કારણે માથું પણ દુખ્યા કરે છે. વારંવાર શરદી થવાના કારણે તમે જ્યારે એલોપેથી દવા લેતા હો છો ત્યારે શરદી થોડાં સમય માટે મટી જાય છે, પણ ફરીથી ઋતુ બદલાય ત્યારે એ શરદી વધી જતી હોય છે.
આપના કાનના અને શરદીના બંને રોગનો ઈલાજ આમ જોઈએ તો એક જ છે. એના માટે તમારે સૌથી પહેલા કાયમી શરદી મટાડવી પડે. કાયમી શરદી મટી જાય તો પછી બાકીની જે કાનની તકલીફો છે તેને સારી કરી શકાશે.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. વ્યોષાદી વટી બે ગોળી બે વાર
૨. ત્રિફળા ગુગળ બે ગોળી બે વાર
૩. કફકેતુ રસ ૧ ગોળી બે વાર .
૪. સારીવાદી વટી બે ગોળી બે વાર
૫. કોફાન્ત સિરપ ૧૫ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર
૬. સુવર્ણવસંત માલતી ગોળી સવારે મધ સાથે ચાટવી.

• બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં, દહીં છાશ ટામેટા અને કોક્મ આંબલી બધીજ ખટાશ બંધ કરવી.
• ગોળ બંધ કરવો.
• ફ્રિજનું પાણી અને ફ્રિજમાં મુકેલી તમામ વસ્તુઓ ન લેવી.
• વાસી ખોરાક ન લેવો, મેંદાની વસ્તુઓ અને બેકરીની વસ્તુઓ જેવી કે બ્રેડ બિસ્કીટ પાંઉ બિલકુલ ન લેવા.
• સવારમાં તુલસીના ૧૦ પાન અને તેના સાથે ૫ નંગ કાળા મરી તેની સાથે મૂકીને ચાવી જવા
• છાતી ઉપર હળવો શેક કરવો,
• રાત્રે ઉજાગરા ન કરવા અને દિવસે મોડા સુધી ના સૂવું
• પાણીમાં કે વરસાદમાં વધારે પલળવું નહિં અને પંખાના ડાયરેક્ટ પવનથી દૂર રહેવું, એ.સી. બિલકુલ વાપરવું નહિં

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top