Dear Sir
અમારા મેરેજ ને બે વર્ષ થયા છે સાહેબ મારી પત્ની ને પ્રેગનેન્સી રહેતી નથી તો સાહેબ કૃપા કરીને જ્ણાવશો કે તે મા બની શકશે કે નહીં?
Read more on this topic
જવાબ
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
આપના લગ્નને બે વર્ષ થયા છે. આપના કહેવા પ્રમાણે તમારા પત્નીને પ્રેગનેન્સી રહેતી નથી. આપ એ જાણવા ઈચ્છોછો કે મારી પત્ની મા બની શકશે કેમ?
સામાન્ય રીતે મેરેજ બાદ જ્યારે પણ તમે જાતીય જીવન માણો છો તે દરમિયાન પ્રેગનેન્સી રહેવી તે તમે કયા દિવસે સમાગમ કરો છો તેના પર મોટો આધાર રાખતો હોય છે. સાથે સાથે સ્ત્રી અને પુરુષ બન્નેના પ્રેગનેન્સી રહેવા માટેના સ્વાસ્થ્યની ઉપર પણ તેનો મોટો આધાર હોય છે. તેથી તમારા પત્નીને પ્રેગનેન્સી રહેતી નથી તો તેના માટે તેના ચોક્ક્સ કારણો શોધવા જોઈએ જેમાં,
૧ સ્ત્રીગત કારણો હોય.
જેમાં માસિકની અનિયમિતતા, બીજ ન બનવું, અને બીજા અનેક કારણો પણ હોઈ શકે છે.
૨ પુરુષગત કારણો કે
જેની અંદર વીર્યની અંદર શુક્રાણુની સંખ્યા ઓછી હોવી, શુક્રાણુ ન હોવા, મોટીલીટી ઓછી હોવી વગેરે કારણો બનતા હોય છે.
૩ સ્ત્રી-પુરુષ બન્નેનાં સામૂહિક કારણો
૧ જેમાં પ્રેગનેન્સી માટેના સમાગમ સમયના યોગ્ય દિવસોમાં સમાગમ ન થવો
૨ સમાગમ સંબંધિત અજ્ઞાન, અથવા અણસમજ
૩ વીર્ય સમાગમ બાદ તરત જ બહાર નીકળી જવું
૪ પૂરતો સંતોષ ન થવો.
આવા અગણિત કારણો ઉપરાંત ઘણા બધા અજાણ્યા કારણો પણ પ્રેગનેન્સી ન રહેવા માટેના કારણો પણ બનતા હોય છે, આના માટે સાચી અને સારી સલાહ એ છે કે અમારી નીચેની લિંક પર જે આર્ટીકલ છે તે પહેલા વાંચી લો જેથી કરીને તમને વધારે વિગતવાર જાણવા મળશે
વંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો …)
ત્યારબાદ આપને જે જે કારણો લાગતા હોય તે કારણો ધ્યાન માં લઈને નજીકના ડૉકટરને આપ મળી શકો છો અથવા અમારા ત્યાં આપ રૂબરુ આવીને તપાસ કરીને યોગ્ય રીતે
સારવાર કરાવીને આપની પત્નીને મા બનાવી શકો છો. અને આપ પિતા પણ બની શકો છો.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps