Skip to content

હાઇ. બી. પી. માટે ટ્રાન્ક્વીલાઇઝર્સ પ્રકારની દવા..

17.92K viewsબ્લડ પ્રેશર અને હ્રદયરોગમાનસિક રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Doctor Dr. Nikul Patel અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ ઈન્ડિયા આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ટ્રાન્ક્વીલાઇઝર્સ આયુર્વેદ ડાયેટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ તપાસ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ પ્રોડક્ટ આયુર્વેદ મસાજ આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ યોગા આયુર્વેદ વેબસાઈટ આયુર્વેદ સલાહ આયુર્વેદ સારવાર આયુર્વેદ સ્વાસ્થ્ય ટીપ્સ અકસીર આયુર્વેદિક દવાઓ આયુર્વેદની સચોટ સારવાર આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય આયુર્વેદિક ડૉકટર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક પધ્ધ્તિથી વજન ઓછું કરવું આયુર્વેદીક સારવાર આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યમ્ ઈન્ડિયન દવાઓ ઉંઘ ન આવવી ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કાયમી ઉપચાર કાયમી સારવાર કેરેલા આયુર્વેદ ગુજરાત ગુજરાતી આયુર્વેદ નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ બ્લડપ્રેશર ભારતમાં આયુર્વેદ લાઈફકેર વૈદ્ય નિકુલ પટેલ સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા હાઈ.બી.પી.

નમસ્તે સર

મારી ઊંમર ૫૦ વર્ષ છે શું આયુર્વેદમાં ટ્રાન્ક્વીલાઇઝર્સ સ્વરૂપની હાઇ બી. પી. માટેની દવા થઈ શકે ? મને ઘણાં વર્ષોથી બ્લડપ્રેશરની તકલીફ રહે છે તો મને હાઇ બી. પી. ની કાયમી સારવાર જણાવશો.

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે આપને બ્લડપ્રેશર વધારે રહે છે. અને આપે પુછ્યું છે કે આયુર્વેદમાં ટ્રાન્ક્વીલાઇઝર્સ સ્વરૂપની હાઈ.બી.પી.ની દવા થઈ શકે? અહીંયા હાઈ.બી.પી અને ટ્રાન્ક્વીલાઇઝર્સ બન્ને વસ્તુ જુદી છે.

ઉંઘ ના આવવાના સંજોગોમાં ટ્રાન્ક્વીલાઇઝર્સ નો ઉપયોગ કરવો પડે. જ્યારે બ્લડપ્રેશર એ અલગ વસ્તુ છે. અને તેની સારવાર પણ અલગ થઈ શકે.

પહેલા આપણે હાઈ.બી.પીની વાત કરીએ તો આયુર્વેદની અંદર હાઈ.બી.પી માટે ખૂબ સુંદર અને સચોટ આડઅસર વગરની સારવાર છે, કે જેમાં દર્દીની યોગ્ય તપાસ કરીને તેના બધા જ પેરામીટરર્સને ધ્યાનમાં રાખીને , વાયુ – પિત્ત – કફ આ ત્રણેય દોષોની અવસ્થાઓ, દર્દીની ઉંમર, હાઈ.બીપી થવાના કારણો, માનસિક આઘાત, માનસિક ભાવો, ટેન્શન આ બધી જ વસ્તુઓનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને; તેની યોગ્ય ડોઝમાં બી.પી. ની દવા ગોઠવવામાં આવે છે. શરૂઆતની અંદર એલોપેથીની બ્લડપ્રેશરની દવાઓ અને આયુર્વેદની બ્લડપ્રેશરની દવાઓ બન્ને સાથે જ આપવામાં આવે છે. જેમ-જેમ આયુર્વેદની દવાની અસર ગોઠવાતી જાય તેમ-તેમ એલોપેથીની દવા ઓછી કરતા કરતા સાવ બંધ કરવાની હોય છે અને અમુક વર્ષ સુધી આયુર્વેદની દવા લીધા પછી તે પણ યોગ્ય પરેજીની સાથે ધીમે-ધીમે બંધ પણ કરી શકાય છે.

ટ્રાન્ક્વીલાઇઝર્સ એટલે કે ઉંઘ ના આવવાના સંજોગોમાં આપવામાં આવતી ઘેનની ગોળી, જેની આયુર્વેદમાં આવશ્યક્તા રહેતી નથી. તે છતાં પણ બ્લડપ્રેશર ઓછું થવાને કારણે ઊંઘ અનિયમિત આવવી ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન આ બધાથી ઓછુ થવા માટે થઈને મેધ્ય ઔષધો (મગજની શકિત વધારનારા ઔષધો) લેવાથી પણ ટેન્સન દૂર થવાના કારણે થઈને પણ ઉંઘ પણ સારી આવતી હોય છે. આયુર્વેદમાં ટ્રાન્ક્વીલાઇઝર્સ તરીકે સર્પગંધા સાથે ઘણાં બધા ઔષધો છે, કે જે સારી રીતે ઉંઘ લાવી શકે છે પરંતુ એ બધી જ દવાઓ થકી કાયમી સારવાર માટે પણ ડૉકટરની મુલાકાત વગર, યોગ્ય ડૉઝ ગોઠવ્યા વગર જાતે લેવી ન જોઈએ.
આયુર્વેદ દવા શરૂ કર્યા પછી અગાઉ ચાલતી રહેલી એલોપેથિક દવાઓ તાત્કાલિક બંધ કરવી ન જોઈએ શરૂઆતમાં બંન્ને સાથે રાખીને ધીરે ધીરે કરતાં તે બંધ કરવી જોઈએ કારણકે આપણા શરીરને તેની આદત પડેલી હોય છે અને તેથી અચાનક જ બંધ કરવાથી ઘણી બધી તકલીફો ઉભી થઈ શકે છે.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. શિરોધારા કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top