નમસ્તે સાહેબ !!
અમારાં લગ્નને સાત વર્ષ થયા છે અને હજુ મને પ્રેગ્નન્સી રહેતી નથી. ડૉક્ટરને બતાવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે સ્ત્રીબીજ કદાચ બરાબર ન બનતું હોય તો પ્રેગ્નન્સી ના રહે. પણ બધી તપાસ કરાવી તો ખબર પડી કે મારું સ્ત્રીબીજ તો બરાબર અને યોગ્ય રીતે બને છે તો શા માટે પ્રેગ્નન્સી નથી રહેતી? યોગ્ય સલાહ આપશો. આયુર્વેદિક સારવાર થી શક્ય છે?
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે તમારા લગ્નને સાત વર્ષ થયા છે ને હજુ પ્રેગનેન્સી રહેતી નથી આપે લખ્યુ છે કે સ્ત્રીબીજ તો બરાબર જ બને છે તો શા માટે પ્રેગનેન્સી રહેતી ના હોય તો તેના ઘણા બધા કારણો છે
અહીં આપે જો વીર્યની તપાસ કરાવી હોય અને તમારા શુક્રાણુ બરાબર છે કે નહિં તે કરાવ્યું છે કે નહિં તે લખ્યુ નથી તેથી જો તે ન કરાવ્યું હોય તો સૌથી પહેલું તે કરાવવું જોઈએ
મોટા ભાગના કેસમાં માત્રને માત્ર સ્ત્રી તરફ જ પ્રેગનેન્સીની સારવાર થતી હોય છે પણ અમારા અનુભવ પ્રમાણે જેટલો હિસ્સો સ્ત્રીનો છે તેટલો જ પુરુષનો છે અને તેટલા જ પ્રશ્ન પુરુષ તરફથી પણ જોવા મળતા હોય છે.
વીર્યમાં શુક્રાણુની સંખ્યા અથવા મોટીલીટી ઓછી હોય તે હવે સામાન્ય બાબત છે ઘણા બધા પુરુષોમાં આજના ખોરાક, પાણી ભાગ, દોડ કે ટેન્શન અને ફાસ્ટફૂડ આ બધાના કારણે થઈને પૌષ્ટિક આહાર ન મળવાથી વીર્ય પૂરતું બનતું નથી અથવા તો શુક્રાણુ પૂરતા બનતા હોતા નથી તેથી આ એકદમ સામાન્ય બાબત છે તેમાં ગભરાવવાની કોઈ જરૂર નથી અથવા ટેન્સન લેવાની કોઈ જરૂર નથી અથવા તેના કારણે થઈને પોતાનામાં હીનભાવ રાખવાની પણ આવશ્યકતા નથી. માટે સૌથી પહેલાં વીર્ય તપાસ (સીમેન એનાલીસીસ રીપોર્ટ) કરાવીને એ નક્કી કરી લેવું જોઈએ કે પુરુષ તરફથી કોઈ પ્રશ્ન છે કે નહીં?
સ્ત્રીબીજ બરાબર બનતું હોય છતા પણ પ્રેગનેન્સી ન રહેવી તેમાં બીજાપણ અન્યકારણો પણ તે કારણભૂત હોય છે જે અમારી નીચેની લિંક એ વંધ્યત્વના કારણોની જે આપ જોશો તો આપને વિગતવાર તેમાંથી માહિતી જાણવા મળશે તે બધાજ કારણોને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને સીમેન એલાસીસીસ રીપોર્ટ કરાવીને આપ વિગતો અમને ઈ-મેઈલ કરશો અથવા તો રૂબરુ આવીને મળશો તો આપણને ચોકક્સથી યોગ્ય દિશામાં સલાહ અને સારવાર મળશે. નીચેની લિન્ક પર ક્લિક કરશો.
વંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો …)
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps