મારે છેલ્લા પ વરસ થી પેટની બીમારી છેં.ધણા ડૉકટર ને બતાવયુ પણ કોઇ ફેર નથીં. બધા રીપોર્ટ નોમૅલ છે. અને મને પેટમાં પાચનની તકલીફ રહે છે, કાંઇ પણ ખાઇ લીધા પછી તરત જ થોડૂં થોડું પેટમાં દુઃખવાનું શરૂ થઇ જાય છે. આ તકલીફનો યોગ્ય ઉપાય બતાવશો. પેટની હોજરીના ભાગે સોજો છે તેવું નિદાન થયેલું છે અને આયુર્વેદ વિશે મે આમાશય શોથ વિશે વાંચ્યું છે તો તેના જેવી જ બિમારી મને લાગે છે.
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા જાણી અને આપની પેટની આ તફલીફમાં ખાસ કરીને વાયુ અને પિત્તની તફલીફ હોય છે.
વધારે પડતું વાસી, તળેલું, આથેલું, અનિયમિત રીતે ખાવાને કારણે અને પિત્ત પ્રકૃતિને કારણે આમાશયમાં સોજો આવી જાય છે. જે આગળ જતાં પાચન પર અને શરીરના પોષણ ને અસર કરે છે.
આપની આ સમસ્યામાં ધીરજ પૂર્વક સારવાર અને યોગ્ય રીતે પાળવામાં આવતી પરેજી જ બચાવી શકશે.
આપની આ સમસ્યા માટે હાલ ત્રણેક મહિના માટે નીચે પ્રમાણે સારવાર શરૂ કરો અને ત્યારબાદ સુધારો જે કંઇ પણ દેખાય તે અનુસાર દવા બદલવા માટે પૂછી શકો છો.
આપ નીચે પ્રમાણે સારી ફાર્મસીની આયુર્વેદિક દવાઓ શરૂ કરીને આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.
૧. ચિત્રકાદી વટી બે ગોળી સવાર સાંજ પાણી સાથે – જમ્યા પછી
૨. અમ્લપિત્ત હર ટેબલેટ બે ગોળી સવાર સાંજ પાણી સાથે – જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય
૩. પ્રવાલ પંચામૃત વટી (મોતી યુક્ત) એક ગોળી સવાર સાંજ પાણી સાથે – જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય
૪. મેધ્ય રસાયન ટેબલેટ બે ગોળી સવાર સાંજ પાણી સાથે – જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય
૫. સીરપ ACITRA ૧૦ મિ.લિ. સવાર સાંજ પાણી સાથે – જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય
આપની આ સમસ્યામાં પંચકર્મ સારવાર એ ઝડપી અને કાયમી ઇલાજ માટે ખૂબ જ ઉપયોગી નિવડશે.
નીચેની પંચકર્મ સારવાર માટે આપની નજીક ના સારા આયુર્વેદ પંચકર્મ સેન્ટરનો સંપર્ક કરી શકો.
વિરેચન કર્મ
બસ્તિકર્મ
શિરોધારા કર્મ
સંપૂર્ણ પંચકર્મ
પરેજી –
તીખું, ખારું, ખાટું ન લેવું
અથાણાં – આથેલી વસ્તુ ન લેવી
વાસી ખોરાક અને મેંદાની વસ્તુ ન લેવી
બેકરીની વસ્તુ ન લેવી
કઠોળમાં મગ એકલા લઇ શકાય.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps