Skip to content

મને શરીર ખંજવાળ બહુ આવે છે.

Featured18.65K viewsઆયુર્વેદચામડીના રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda diet Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda medicine Ayurveda QA ayurveda tips ayurveda treatment dr ayurveda Dr. Nikul Patel અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ દિનચર્યા આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય સમસ્યા આહારના નિયમો ઇન્ફેક્શન ઉત્તર બસ્તિ એલર્જી ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ કડવો રસ કમરનો દુઃખાવો ખંજવાળ ચામડીના રોગો જાનુબસ્તિ કર્મ નસ્ય કર્મ પંચકર્મ પ્રાણાયામ બસ્તિકર્મ યોગાસન લાઇફકેર આયુર્વેદ વમન કર્મ વિરેચન કર્મ વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ શીતપિત્ત શીળસ સ્કિન ડિસીઝ
admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે આપને આખા શરીર પર ખૂબ જ ખંજવાળ આવે છે.

આપે જે માહિતી આપી છે તે ખૂબ જ અધૂરી છે જેથી કરીને આપને જે સમસ્યાઓ છે તેનો ચોક્કસ દિશામાં ઉકેલ આપવો મુશ્કેલ છે

આમ છતાં આપને આ ખંજવાળ આવવાનું કારણ અલગ-અલગ હોઈ શકે છે જેમકે
1. એલર્જીના કારણે.
2. વધારે પડતું ખાટું ખાવાના કારણે.
3. ઠંડો પવન લગાવવાને કારણે.
4. ચામડી કોરી પડી જવાના કારણે.
5. શીળસ નીકળવાના કારણે.
6. કોઈ દવા ના રિએક્શન ના કારણે.
7. હું ચોક્કસ પ્રકારના ચામડીના રોગના કારણે.
8. કોઈ નો ચેપ લાગવાના કારણે.

ઉપરના કારણોમાંથી કોઈ પણ કારણે આપને આખા શરીરે ખંજવાળ આવી શકે છે આના માટે જો આપ કોઇ ચોક્કસ કારણ બતાવો તો ચોક્કસ પ્રકારથી સારવાર સૂચવી શકીએ.

1. આ દરમિયાનમાં આપ તમામ પ્રકારની ખટાશ બંધ કરશો તેમજ લીમડાના પાણીથી અથવા તો લીમડાના સાબુ થી સ્નાન કરવાનું રાખશો.
2. ચામડી લુખી પડી જતી હોય તેવી અવસ્થામાં શરીર પર લીમડાનું તેલ અથવા તલનું તેલ લગાવવા નું રાખશો
3. કોઇ વસ્તુની એલર્જી હોય તો તે ખાવાનું બંધ કરશો
ઘરમાં બીજા કોઈને પણ આ પ્રકારની ખંજવાળ આવતી હોય તો તેમની પણ સારવાર કરવી જરૂરી છે.
4. આપ જો ઘરમાં પાલતુ પ્રાણી રાખતા હોવ તો તેના કારણે પણ શરીરે ખંજવાળ આવી શકે છે.
5. ચામડીના રોગ ની અથવા તો એલર્જી ની કોઈ દવા ચાલુ હોય અને તે તમે બંધ કરી હોય તો પણ તે દવાના કારણે દબાયેલ ખંજવાળની તકલીફ એ ફરીથી શરૂ થઈ શકે છે.
6. લાંબા સમય સુધી ઝીણો ઝીણો તાવ રહેતો હોય તો તેના કારણે પણ આ તકલીફ થઈ શકે છે તેથી તેના માટે આયુર્વેદિક ડોક્ટર પાસે સારવાર કરાવવી જોઇએ.

આમ જોઈએ તો આપે ચોક્કસ કારણો શોધ્યા પછી જ દવા કરાવવી હિતાવહ છે અને તેના માટે સારા આયુર્વેદિક ડોક્ટર પાસે રૂબરૂ માં તપાસ કરાવીને દવા કરાવવી જોઇએ.

આપ સારવાર માટે online consultation પણ કરાવી શકો છો.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top