મારી ઉંમર ૫૧ છે અને હું એક અપરણિત મહિલા છું. મને છેલ્લા આઠ મહિનાથી માસિક આવતું બંધ થઈ ગયું છે. ત્યાર પછી થોડા નવા પ્રશ્નો શરૂ થયા છે મને ખૂબ જ થાક લાગે છે. વચ્ચે ક્યારેક એકદમ જ ઊલ્ટી થવા લગે છે અને પાણી પણ પી ન શકાય તેટલી વધારે હતી. પાણી પણ ઊલ્ટી દ્વારા નિકળી જતું હતું. જો કે તેની દવા લીધા પછી તે સારું થઇ ગયું હતું પણ માથું ભારે લાગવાની અને ક્યારેક ચક્કર આવવાની તલકીફ તો રહે જ છે. આખો દિવસ ઑડકાર જ આવ્યાં કરે છે અને બરાબર ખોરાક પણ લઇ શકાતો નથી. તેના માટે ઘણી દવાઓના અખતરાં કર્યા પણ જકોઇ ફાયદો જણાયો નહીં.
પેટ થોડું ખાઇએ ત્યારે તરત જ ભરાઇ જાય છે. મારી આ ઓડકાર આવવાની તકલીફ મૂળમાંથી મટે એવું કંઈક બતાવો. પેટ તરત જ ભારે ભારે થઇ જાય છે. બે કોળિયામાં તો પેટ ભરાઈ ગયું હોય અને જાણે વજનદાર થઈ ગયું હોય એમ લાગે છે. મને એસીડીટીની પણ તકલીફ છે. કોઈકવાર પેટ અને છાતીમાં બળતારાં થાય છે અને ક્યારેક દુઃખાવો પણ થાય છે.
મને કબજિયાત પણ રહે છે. એક બે વાર મલત્યાગ માતે ગયા પછી પણ સંતોષ થતો નથી. કૃપા કરી મને યોગ્ય સારવાર સૂચવશો.
– મનીષા મેહતા – ગુડગાંવ
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે મનીષા બહેન
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા જાણી
આપને માસિક અમુક સમય પહેલાં જ બંધ થયું છે પણ આપની જે જે સમસ્યા ઓ છે તેને માસિક સાથે કોઇ સંબંધ નથી અને તે બધી જ તકલીફો આપની પેટને લગતા પ્રશ્નો ને કારણે છે.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઈટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. ચિત્રકાદી વટી બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. અમ્લપિત્તહર ટેબલેટ બે ગોળી બે વાર
૩. લવણભાસ્કર ચૂર્ણ જમ્યા પછી છાશ સાથે એક ચમચી.
૪. સપ્તામૃત લોહ ટેબલેટ બે ગોળી બે વાર
૫. Syrup Acitra ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર
૬. રાત્રે સૂતી વખતે ત્રિફળાં ચૂર્ણ એક ચમચી હૂંફાળાં પાણી સાથે.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. શિરોધારા કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps