મારી ઊંમર ૨૫ વર્ષ ની છે પણ મારુ વજન ૭૦ કિલો છે થોડું ચાલતા જ મને શ્વાસ ચડે છે. તો વજન ઘટાડવા મારે શું કરવું જોઈએ?
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને વજન વધારે પડતું છે અને આપ તે વજન ઘટાડવા માંગો છો તો વજન ઘટાડવા માટે નીચેની બાબતો નું ખાસ ધ્યાન રાખવું.
સાથે સાથે તે પણ ધ્યાનમાં રાખવું કે વજન ઘટાડવું તે માત્ર દવાઓનું કામ નથી દવાઓની સાથે સાથે યોગ્ય પ્રમાણમાં કસરત યોગ્ય પ્રમાણમાં પરેજી અને સાથે દવાઓ આ બધી જ વસ્તુ ભેગી થઈને તે વજન ઘટાડતુ હોય છે. વજન દરેક સંજોગોમાં ઘટાડવું જ જોઈએ તેવું આવશ્યક નથી.
છતાં પણ શરીરમાં વધારે પડતી ચરબી જમા થઈ જાય તો તેને ચોક્કસ પ્રમાણમાં ઘટાડવી જોઈએ. દરેક વ્યકિતના પોત- પોતાના શરીરના બંધારણ પ્રમાણે વજન અને ઉંચાઈમાં ફેરફાર હોઈ શકે જેથી કરીને વધારે પડતું વજન હોય તો જ તેના માટે પ્રયત્નો કરવા જોઈએ.
વજન ઘટાડવા માટે જીમ મા જઈને કસરતકરવી તે બિલકુલ યોગ્ય નથી અને તેથી વજન તો ઘટવાનું રહી જાય પણ તેના સિવાય નવા પ્રશ્નો પણ ઉભા થાય છે તેથી તે ઉપાય વજન ઘટાડવા માટે થઈને દૂર રાખવો જોઈએ.
નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. મેદોહર ગુગળ બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. વિડંગાદી લોહ કેપ્સૂલ બે કેપ્સૂલ બેવાર
૩. અગ્નિમંથ ચૂર્ણ એક ચમચી સવારે – એક ચમચી સવારે અને સાંજે પાણી સાથે
૪. ત્રિફળા ગુગળ બે ગોળી બે વાર
આ સાથે જ અમારી નીચેની લિંક પરથી પરેજી જે બતાવી છે તે ધ્યાન રાખવું મધ નો પ્રયોગ તે નીચેની લિંક પ્રમાણે ધ્યાનથી વાંચીને તે પ્રમાણે કરવો
વજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત
સ્થૌલ્ય – વજન ઘટાડવાની પરેજી
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ જેમાં
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. અભ્યંગ -સ્વેદન કર્મ
તે આપણને લાભદાયી નિવડશે
રોજ સવારે ખૂબ જ ઝડપથી ચાલવાનું તે નિયમિત કરવું જરૂરી છે.
સૂર્યોદય પહેલા ઉઠી જવું તે પણ ખૂબ જ આવશ્યક છે
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
૫. વજ્રાસન જમ્યા પછી
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps