ઉંમરના કારણે એવું લાગે છે કે ફેફસાની કાર્યશક્તિ ઓછી થઈ છે અને તેને કારણે થોડું પણ જો ચાલવામાં આવે તો શ્વાસ ચડે છે. અને તરત જ બેસી જવું પડે છે.
હમણાં મારે બીજી તકલીફ એ શરૂ થઇ છે કે પેશાબ કરવા વારંવાર જવું પડે છે. બાથરૂમ સુધી પહોંચવામાં જો થોડું પણ મોડું થાય તો ક્યારેક કપડા બગડી જાય છે.
તેની સાથે જ પગ ઉપર પણ સોજા ચડવા લાગ્યા છે. કયારેક તે મોં પર પણ દેખાય છે.
આટલી ઉંમર પછી સાંધામાં તકલીફ થાય તે તો સ્વાભાવિક જ છે, દુઃખાવો એટલો હજુ નથી થતો પણ ચાલવાથી કે પગ હલાવવાથી પગના ધુંટણમાં અવાજ આવે છે.
ઘણી બધી વિલાયતી દવાઓ લીધી હોવા છતાં પણ કંઇ ફરક પડતો નથી. રાત્રે મોડે સુધી ઊંઘ આવતી નથી. યોગ્ય અને આડઅસર વિનાની આયુર્વેદ સારવાર જણાવશો.
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની વધતી જતી ઉંમરને કારણે થયેલી બધી સમસ્યાનો ઉકેલ આયુર્વેદ થકી કોઇપણ પ્રકારની આડઅસર વગર આપ મેળવી શકો છો.
સામાન્ય સંજોગોમાં માત્ર ફેફસા જ નહિં પણ હ્રદય પન નબળું પડવાને કારણે તમને શ્વાસની સમસ્યા થઇ શકતી હોય છે, વળી વારે-વારે પેશાબ ની સમસ્યા એ પ્રોસ્ટેટ વધવાને કારણે થતી હોય છે અને સાંધાના ઘસારાની સારવાર પણ આ સાથે સૂચવું છું.
આપ નીચે પ્રમાણે સારવાર ચાલુ કરશો.
૧. અશ્વગંધા ટેબલેટ બે ગોળી ત્રણ વાર દૂધ સાથે.
૨. સિતોપલાદી ચૂર્ણ મધ સાથે સવારે અને સાંજે ચાટવું.
૩. ગોક્ષુરાદિ ગુગળ ૨-૨ ગોળી બે વાર
૪. પુનર્નવાષ્ટક ઘનવટી ૨-૨ ગોળી ત્રણ વાર
૫. આભાદી ટેબલેટ ૨ ગોળી બે વાર
૬. હ્રદયરોગહર ટેબલેટ ૧ ગોળી સવાર સાંજ લેવી.
૭. વિટાયુ સીરપ ૧૦ મિલિ રાત્રે સૂતી વખતે લેવુ
સાદો આહાર લેવો અને બજારના નાસ્તા બંધ કરવા
દહીં ન લેવું.
સવારે યોગ અને પ્રાણામ કરવા.
ફળોનું નિયમિત સેવન કરવું.
નાળીયેરનું પાણી દિવસમાં એક વાર લેવું.
વ્યસનથી દૂર રહેવું.
ખૉટી ચિંતા ન કરવી.
જો આપ નજીકના સારા પંચકર્મ સેન્ટર પર જઇ શકો તો નીચેની સારવાર આપને વધારે લાભ આપશે.
૧. શિરોધારા
૨. બસ્તિ કર્મ
૩. જાનું બસ્તિ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps