નમસ્તે ! મારી ઉંમર ૨૩ વર્ષની છે અને મારા લગ્ન બાકી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મારાં જમણાં સ્તનમાં નિપલની નજીક એક લખોટી જેવડી ગાંઠ થઇ છે. માસિક આવવાનાં સમયે અને ઘણી વખતે ખૂબ જ ઠંડી હોય ત્યારે દુઃખાવો થાય છે. મેં અહિં ડોક્ટરને પણ ચેકઅપ કરાવ્યું તો તેમણે ફાઇબ્રોઈડનું નિદાન કર્યું છે અને ઓપરેશન કરાવવાનું કહ્યું છે, હજુ મારાં લગ્ન પણ બાકી છે અને તેથી સ્તનમાં કોઇપણ પ્રકારની સર્જરી કરાવવા માટે હું માનસિક રીતે તૈયાર નથી. આયુર્વેદ દવાઓ પણ લીધી છે પણ કોઇ ફરક પડયો નથી. મને બહુ ટેન્શન થાય છે. આપના વિશે જાણવા મળ્યું કે આપ સ્તન ની ગાંઠમાં ખૂબ સારી અને આડઅસર વિનાની સારવાર કરો છો અને તેથી આપની સલાહની મને આવશ્યકતા છે. આપ ઓપરેશન વિના મટાડી શકો તો હું આપની ખૂબ ખૂબ આભારી રહીશ. જરુર પડે તો રૂબરૂ કન્સલ્ટીંગ કરાવવા પણ આવી જઇશ.
નિમિષા શાહ – કેશોદ
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
સ્તનમાં ગાંઠ હોવાના કેસમાં અને ખાસ કરીને અપરિણિત હોવાના સમયે ઓપરેશન દ્વારા તેની સારવાર ખરેખર માનસિક ત્રાસરૂપ બને છે અને તે આગળ લગ્નજીવન માટે ટેન્શન આપનારું બને છે. તેવા સમયે આયુર્વેદની સારવાર એ આશિર્વાદ સમાન જ છે. આયુર્વેદમાં સ્તનમાં થનારી ગાંઠ – ફાઓબ્રોઇડની ખૂબ જ સચોટ સારવાર છે અને વળી તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના કારણે કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી.
અમારી આયુર્વેદ સારવારના અમારાં અનુભવમાં અમે ઘણાં-બધાં કેસમાં કામ કર્યુ છે અને તેનું સચોટ પરિણામ મળે જ છે એ આયુર્વેદની ખાસ વિશેષતા છે. અમારાં ક્લિનિક પરથી આપવામાં આવતી સારવાર માટેના ઔષધો પણ અમે ખાસ ધ્યાનપૂર્વક અને ગુણવત્તા જાળવીને બનાવીએ છીએ જેને કારણે તેની અસરકારક બની રહે છે.
આપ જો રૂબરૂ આવીને સારવાર લો તે તો શ્રેષ્ઠ જ છે; અગર ન આવી શકો તો નીચે મુજબની સારવાર શરૂ કરશો. વળી, આપે આયુર્વેદ સારવાર તો કરી જ છે પણ દવાઓની સાથે સાથે બાહ્યોપચાર તરીકે લેપ કરવો એ ખૂબ જ જરૂરી છે, અને તેને કારણે જ કદાચ આપને પરિણામ નહીં મળ્યું હોય તેવું બની શકે.
નીચે મુજબ દવા શરૂ કરશો.
૧. કાંચનાર ગુગળ ૨-૨ ગોળી દિવસમાં ત્રણ વાર
૨. દશાંગ ગુગળ – ૨ -૨ ગોળી દિવસમાં બે વાર
૩. પુનર્નવાષ્ટક ઘનવટી ૨ -૨ ગોળી દિવસમાં બે વાર
૪. વરુણાદિ ઘનવટી ૨- ૨ ગોળી દિવસમાં બે વાર
બધી દવા ઓછાં નામે છ મહિના સુધી નિયમિત પાણી સાથે લેવી.
આ સિવાય દરરોજ નિયમિત રીતે લેપગુટી નો નવસેકો જાડો લેપ સ્તન પર જે જગ્યાએ ગાંઠ છે તેની ઉપર અને આસપાસની થોડી જગ્યાએ કરવો. એક કલાક રાખીને તે સાફ કરવું. આ રીતે નિયમિત કરવાથી ધીરે-ધીરે ગાંઠ ઓગળી જશે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps