નમસ્તે
આપનો દિવસ સ્વસ્થ રહે !!
ડૉ. નિકુલ પટેલ દ્વારા સંચાલિત આયુર્વેદના આરોગ્ય વિશ્વમાં આપનું સ્વાગત છે.
આપને AC, ભેજવાળું વાતાવરણ અને પંખા નીચે સૂવાથી નાકની આજુબાજુ અને માથામાં દુઃખાવો થાય છે, અને પેઇન-કિલર લીધા પછી જ ફરક પડે છે. આયુર્વેદમાં આ પ્રતિશ્યાય – કફ અને વાત દોષ થી થતો શિરઃશૂલ છે.
પેઇન-કિલર વારંવાર લેવી હાનિકારક છે. જો તાવ, આંખ પાસે સોજો કે નાકમાંથી લોહી આવે તો ENT ડૉક્ટર ને બતાવવું.
નીચેના ઔષધો ૨ – ૩ મહિના લો:
- લક્ષ્મીવિલાસ રસ – ૧ ગોળી સવાર-સાંજ
- ત્રિભુવનકીર્તિ રસ – ૧ ગોળી સવાર-સાંજ (દુઃખાવા વખતે)
- ચિત્રક હરીતકી અવલેહ – ૧ ચમચી સવાર-સાંજ હૂંફાળા પાણી સાથે
- અણુ તેલ – ૨-૨ ટીપાં બંને નાકમાં સવારે (નસ્ય)
- રોજ રાત્રે અજમો કે નીલગિરી તેલ નાખી ગરમ પાણીનો નાસ
ધ્યાન રાખવું: AC નું તાપમાન ઓછું ન રાખવું, પંખાનો પવન સીધો માથા પર ન આવે, માથું ભીનું ન રાખવું; દહીં, ઠંડાં પીણાં, આઇસક્રીમ, કેળાં, રાત્રે ભાત બંધ; હૂંફાળું પાણી પીવું.
પંચકર્મ: નસ્ય કર્મ (સાઇનસમાં સૌથી અસરકારક), શિરોધારા.
નોંધ:
અહીં આપેલી સલાહ સુરક્ષા અને દરેક જગ્યાએ ઉપલબ્ધતાના આધારે આપવામાં આવી છે. જોકે, પરિણામ દવા બનાવનાર કંપનીની ગુણવત્તા પર આધાર રાખી શકે છે.
અમારી પાસે સારી ગુણવત્તાની દવાઓ પણ ઉપલબ્ધ છે. અમે દવાઓ બિન-વ્યાવસાયિક ધોરણે બનાવીએ છીએ અને માત્ર અમારા ક્લિનિક પરથી જ મોકલીએ છીએ. કોઈ પણ વ્યક્તિ અમારે ત્યાંથી શુદ્ધ દવાઓ લઈ જઈ શકે છે અથવા કુરિયર દ્વારા દુનિયાભરમાં મંગાવી શકે છે (કુરિયર ચાર્જ અલગ). ઓનલાઇન કન્સલ્ટિંગ દ્વારા દવા મેળવવા માટે ઈમેલ અથવા વોટ્સએપ મેસેજ કરો.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps