Skip to content

અપરિણીત યુવતી – સ્તનમાં નાની ગાંઠ – ઓપરેશન વિનાની આયુર્વેદ સચોટ સારવાર

Solved17.69K viewsઆયુર્વેદસ્ત્રીઓના રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Doctor ayurveda in india ayurveda medicines Ayurveda QA braest tumor અંગત અંગત અથર્વ આયુર્વેદ ક્લિનિક અપરિણિત યુવતી સમસ્યા આડઅસર રહિત આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા ઉત્તર બસ્તિ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ ઓપરેશન વિના સારવાર કટિબસ્તિ કોને કહું? જાનુબસ્તિ કર્મ ટ્યુમર નસ્ય કર્મ પંચકર્મ પ્રાણાયામ ફાઇબ્રોઈડ બસ્તિકર્મ બહેનોના રોગો બહેનોની અંગત સમસ્યા બ્રેસ્ટ કેઅર બ્રેસ્ટ ટ્યમર બ્રેસ્ટ હેલ્થ યોગાસન લાઇફકેર આયુર્વેદ વમન કર્મ વિરેચન કર્મ વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ સ્તનના રોગો સ્તનની ગાંઠ સ્તનની સંભાળ સ્તનની સમસ્યા સ્ત્રીઓના રોગો

નમસ્તે ! મારી ઉંમર ૨૩ વર્ષની છે અને મારા લગ્ન બાકી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મારાં જમણાં સ્તનમાં નિપલની નજીક એક લખોટી જેવડી ગાંઠ થઇ છે. માસિક આવવાનાં સમયે અને ઘણી વખતે ખૂબ જ ઠંડી હોય ત્યારે દુઃખાવો થાય છે. મેં અહિં ડોક્ટરને પણ ચેકઅપ કરાવ્યું તો તેમણે ફાઇબ્રોઈડનું નિદાન કર્યું છે અને ઓપરેશન કરાવવાનું કહ્યું છે, હજુ મારાં લગ્ન પણ બાકી છે અને તેથી સ્તનમાં કોઇપણ પ્રકારની સર્જરી કરાવવા માટે હું માનસિક રીતે તૈયાર નથી. આયુર્વેદ દવાઓ પણ લીધી છે પણ કોઇ ફરક પડયો નથી. મને બહુ ટેન્શન થાય છે. આપના વિશે જાણવા મળ્યું કે આપ સ્તન ની ગાંઠમાં ખૂબ સારી અને આડઅસર વિનાની સારવાર કરો છો અને તેથી આપની સલાહની મને આવશ્યકતા છે. આપ ઓપરેશન વિના મટાડી શકો તો હું આપની ખૂબ ખૂબ આભારી રહીશ. જરુર પડે તો રૂબરૂ કન્સલ્ટીંગ કરાવવા પણ આવી જઇશ.
નિમિષા શાહ – કેશોદ

Question is closed for new answers.
admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
સ્તનમાં ગાંઠ હોવાના કેસમાં અને ખાસ કરીને અપરિણિત હોવાના સમયે ઓપરેશન દ્વારા તેની સારવાર ખરેખર માનસિક ત્રાસરૂપ બને છે અને તે આગળ લગ્નજીવન માટે ટેન્શન આપનારું બને છે. તેવા સમયે આયુર્વેદની સારવાર એ આશિર્વાદ સમાન જ છે. આયુર્વેદમાં સ્તનમાં થનારી ગાંઠ – ફાઓબ્રોઇડની ખૂબ જ સચોટ સારવાર છે અને વળી તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના કારણે કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી.
અમારી આયુર્વેદ સારવારના અમારાં અનુભવમાં અમે ઘણાં-બધાં કેસમાં કામ કર્યુ છે અને તેનું સચોટ પરિણામ મળે જ છે એ આયુર્વેદની ખાસ વિશેષતા છે. અમારાં ક્લિનિક પરથી આપવામાં આવતી સારવાર માટેના ઔષધો પણ અમે ખાસ ધ્યાનપૂર્વક અને ગુણવત્તા જાળવીને બનાવીએ છીએ જેને કારણે તેની અસરકારક બની રહે છે.
આપ જો રૂબરૂ આવીને સારવાર લો તે તો શ્રેષ્ઠ જ છે; અગર ન આવી શકો તો નીચે મુજબની સારવાર શરૂ કરશો. વળી, આપે આયુર્વેદ સારવાર તો કરી જ છે પણ દવાઓની સાથે સાથે બાહ્યોપચાર તરીકે લેપ કરવો એ ખૂબ જ જરૂરી છે, અને તેને કારણે જ કદાચ આપને પરિણામ નહીં મળ્યું હોય તેવું બની શકે.
નીચે મુજબ દવા શરૂ કરશો.
૧. કાંચનાર ગુગળ ૨-૨ ગોળી દિવસમાં ત્રણ વાર
૨. દશાંગ ગુગળ – ૨ -૨ ગોળી દિવસમાં બે વાર
૩. પુનર્નવાષ્ટક ઘનવટી ૨ -૨ ગોળી દિવસમાં બે વાર
૪. વરુણાદિ ઘનવટી ૨- ૨ ગોળી દિવસમાં બે વાર
બધી દવા ઓછાં નામે છ મહિના સુધી નિયમિત પાણી સાથે લેવી.
આ સિવાય દરરોજ નિયમિત રીતે લેપગુટી નો નવસેકો જાડો લેપ સ્તન પર જે જગ્યાએ ગાંઠ છે તેની ઉપર અને આસપાસની થોડી જગ્યાએ કરવો. એક કલાક રાખીને તે સાફ કરવું. આ રીતે નિયમિત કરવાથી ધીરે-ધીરે ગાંઠ ઓગળી જશે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top