Skip to content

મારાં દાદી ને ઘૂંટણમાં દુઃખાવો થાય છે તો તેની આયુર્વેદથી શું સારવાર કરી શકાય તે બતાવશો

13.90K viewsવૃદ્ધાવસ્થાનાં રોગોસાંધાના રોગોghuntam no vaa knee Pain sandhi vaa અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ આહાર આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડાયેટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ તપાસ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ મેસેજ આયુર્વેદ સંદેશ આયુર્વેદ સલાહ આયુર્વેદિક દવાઓ આયુર્વેદીક દવાઓ ઈન્ડિયા આયુર્વેદીક પધ્ધતિથી વજન ઓછું કરવું આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યના ઉપાયો આરોગ્યમ્ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ ઓનલાઈન કાયમી ઉપચાર કાયમી સારવાર ઘરગથ્થુ ઘૂંટણનો દુઃખાવો નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ ફેસબુક યોગા આયુર્વેદ લાઇફકેર આયુર્વેદ વૄદ્ધાવસ્થાનાં રોગો વૈદ્ય નિકુલ પટેલ વ્હોટ્સએપ ટિપ્સ શિરોધારા સાંધાનો દુઃખાવો સાંધાનો વા સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા

મારાં દાદી ને ઘૂંટણમાં દુઃખાવો થાય છે તો તેની આયુર્વેદથી શું સારવાર કરી શકાય તે બતાવશો..
(MARA GRAND MA NE KNEE MA PAIN THAI GYU 6 TO AENO PAN AAYURVED TREATMENT KAI 6??)

admin Changed status to publish

નમસ્તે
આપના દાદીને સાંધાના દુઃખાવાની તકલીફ છે અને મોટેભાગે મોટીઉંમરે આ પ્રકારની તકલીફ જોવા મળતી હોય છે. આવા સંજોગોમાં આયુર્વેદ સારવાર જ આડઅસર વિના સચોટ ઉપાય આપી શકે છે.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. વાતારિ ગુગળ બે ગોળી સવાર સાંજ વાર સાથે.
૨. મહારાસ્નદિ કાઢા ૧૦ મિલિ બે વાર
૩. ત્ર્યોદશાંગ ગુગળ ૨ ગોળી બે વાર
૪. ત્રિફલા ગુગળ બે ગોળી બે વાર
૫. આભાદી ટેબલેટ ૨ ગોળી બે વાર
૬. જો સોજા રહેતાં હોય તો પુનર્નવાષ્ટક ઘનવટી બે ગોળી બે વાર
૭. સોજા ન રહેતાં હોય તો પંચગુણ તેલનું નિયમિત માલિશ કરીને શેક કરવો.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
તમામ ખટાશ બંધ કરવી.
મેથી, લસણ, રીંગણ, સરગવો વધું લેવો

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. જાનુ બસ્તિ કર્મ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top