Skip to content

hu handicap chhu – (હું હેન્ડીકેપ છું)

hu physical handicap 6u maru vajan 35kg 6e mari hight 1ft 6e hu chali ke kasrat nathi kari sakti mare vajan kevi rite utarvu
નમસ્તે સાહેબ.
હું ફિઝીકલ હેન્ડીકેપ છું મારું વજન ૩૫ કિલો છે. મારી ઊંચાઈ એક જ ફૂટ છે. હું ચાલી કે કસરત નથી કરી શકતી મને ઘરની બહાર નીકળતાં પણ શરમ આવે છે તો મારે વજન કેવી રીતે ઉતારવું?

Question is closed for new answers.
admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપનું વજન વધારે છે ને આપ હેન્ડીકેપ છો. ને જેને કારણે થઈને કસરત કે તેવુ ન થવાથી વજન પણ વધતુ જાય છે ને આવા સમયે વજનને ઘટાડવું તે જુદી વાત છે.
પણ વજન કંન્ટ્રોલમાં કરવું જોઈએ એ સૌથી મહત્વની વસ્તુ છે અને તેના માટે નીચેની બાબતોનું આપ ધ્યાન રાખશો અને નીચેની દવાઓનું સેવન કરશો તો તમને ફાયદો થશે.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. મેદોહર ગુગળ બે ગોળી બે વાર
૨. ત્રિફળા ગુગળ બે ગોળી બે વાર
૩. વિડંગાદિલોહ કેપ્સૂલ બે કેપ્સૂલ સવાર – સાંજ.
૪. કબજિયાત જો રહેતી હોય તો હરડે ચૂર્ણ એક ચમચી રાત્રે સૂતી વખતે એક ચમચી હૂંફાળા પાણી સાથે લેવું.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

• ખોરાકમાં વધારે પડતું ભારે ચીકાશવાળું દહીં, ઘી, પનીર, ચીઝ, તેવું ન લેવું.
• બાફેલા મગ અઠવાડીયે ત્રણ થી ચાર દિવસ નિયમિત રીતે લેવાં.
• સાંજે હળવો ખોરાક લેવો.
• જમ્યા પછી થોડી છાશ પીવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top