Skip to content

વર્ષો જૂની એસિડીટી નો સચોટ અને કાયમી આયુર્વેદ થકી ઇલાજ અને ઘરગથ્થુ સારવાર..

ઘણાં વર્ષોથી એસિડીટીની તકલીફ રહે છે, છાતીમાં – પેટમાં બળતરાં થાય છે, ક્યારેક માથું પણ દુઃખે છે અને ઉબકાં થાય છે. અક્સીર ઉપાય બતાવશો. ૧૨ વર્ષથી તકલીફ છે તો કેટલો સમય લઇએ તો કાયમ માટે મટે.

આજકાલ આયુર્વેદની દવાઓ મોંઘી થતી જાય છે તો ઘરગથ્થું બનાવી શકાય તેવા ઔષધ બતાવશો,આ ઉપરાંત પંચકર્મ સારવાર પણ બતાવશો.
સુરત . ૪૨ વર્ષ, પુરુષ,

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
એસિડીટી થવાનું મુખ્ય કારણ એ ખોરાક ની ખરાબ, આદતો, વધારે પડતું તીખો, તળેલો, મસાલેદાર ખોરાક, વાસ્રી ખોરાક, બજારનાં નાસ્તા વગેરે ઉપરાંત ગુસ્સો, ચિંતા, ઉજાગરા વગેરે હોય છે, ચિંતા, ઉજાગરા વગેરે હોય છે,

કાયમ માટેના ઉકેલમાં તો તમારે આની ઉપર સર્વ પ્રથમ કાપ મૂકવો પડે અને તો જ તેમાં કંટ્રોલ થઇ શકે.

બજારના તૈયાર ઔષધની જો વાત કરીએ તો નીચે પ્રમાણેના ઔષધો છ થી બાર મહિના નિયમિત લેવાથી મટી શકે.

૧. અવિપત્તિકર ચૂર્ણ – એક ચમચી ત્રણ વાર

૨. અમ્લપિત્તહર ટૅબલેટ બે ગોળી બે વાર

૩. પ્રવાલ પંચામૃત ટેબલેટ (મુક્તા યુક્ત) – એક ગોળી સવાર – સાંજ.

૪. ઔદુમ્બરાવલેહ – બે- બે ચમચી ત્રણ વખત

૫. પથ્યાદી ઘનવટી – બે – બે ગોળી ત્રણ વાર.

(વિશ્વાસુ અને ઉત્તમ ઔષધ બનાવતી ફાર્મસીની દવા લેવી. અમારા અથર્વ ક્લિનિક પરથી અમે જાતે જ બનાવેલી દવાઓ જ આપીએ છીએ – આપ કુરિયર દ્વારા પણ મંગાવી શકો.)

આપના જણાવ્યા પ્રમાણે આપ કહો છો કે આયુર્વેદના ઔષધો દિવસે ને દિવસે મોંઘા થતા જાય છે તેવું આપને લાગે છે, પણ હકીકત એ છે કે આપણે જ્યારેય એલોપેથી દવાઓની કિંમત નો વિચાર કરતાં જ નથી ૩૫-૪૦ રુ. થી લઇને ૫૦૦૦ અને ૨૫૦૦૦ ના ઇંજેક્શન અને મોંઘા રિપોર્ટની કિંમત જો ગણીએ તે મોટાભાગના રોગોમાં માત્ર નિદાન માટે કરવામાં આવતા રિપોર્ટના ખર્ચમાં તો આયુર્વેદ સાજાં કરી દે છે, પણ આપણે હંમેશા આયુર્વેદ એટલે મફત એ જ માનસિકતા રાખી છે તેથી આવું લાગે છે. પણ હવે છાશ પણ મફત નથી મળતી,

તેમ છતાં સરકારી આયુર્વેદ હોસ્પિટલમાંથી આપવામાં આવતી સારવાર તદ્દન વિનામૂલ્યે જ છે . (ત્યાં બહારથી લખવામા આવતી દવા ઘણી મોંઘી હોઇ શકે – તે ન લો તો ચાલે)

ઘરગથ્થુ નો વિચાર કરીએ તો..

૧. શતાવરી ચૂર્ણ બજારમાંથી લાવીને તેને દૂધમાં ઉકાળીને સાકર મેળવી ને સવાર- સાંજ પીવું.

૨. સૂકી કાળી દ્રાક્ષ ને વરિયાળી સાથે પાણીમાં પલાળીને તે નિયમિત રીતે લેવી.

૩. દૂધ અને ખાસ કરીને પેઠા વધારે લેવા.

આપને વધારે તકલીફ રહેતી હોય તો પંચકર્મ સારવાર થઇ ઝડપથી રાહત મેળવી શકો છો. જેમાં નજીકના સારા પંચકર્મ સેન્ટર પર જઇ ને.

૧. વિરેચન કર્મ

૨. શિરોધારા કર્મ

૩. નસ્ય કર્મ કરાવશો.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top