Skip to content

મંદાગ્નિ – કબજીયાત થાય છે

13.36K viewsકબજિયાતપેટનાં રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Doctor Ayurveda QA constipation Dr. Nikul Patel અથર્વ આયુર્વેદ ક્લિનિક અરુચિ આયુર્વેદ આયુર્વેદ ઈન્ડિયા આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડાયેટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ તપાસ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ પ્રોડક્ટ આયુર્વેદ મસાજ આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ યોગા આયુર્વેદ વેબસાઈટ આયુર્વેદ સલાહ આયુર્વેદ સારવાર આયુર્વેદ સ્વાસ્થ્ય ટીપ્સ અકસીર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય આયુર્વેદિક ડૉકટર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક પધ્ધ્તિથી વજન ઓછું કરવું આયુર્વેદીક સારવાર આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યમ્ ઈન્ડિયન દવાઓ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કાયમી ઉપચાર કાયમી સારવાર કેરેલા આયુર્વેદ ગુજરાત ગુજરાતી આયુર્વેદ નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ ભારતમાં આયુર્વેદ લાઈફકેર વૈદ્ય નિકુલ પટેલ સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા

મારી પાચનક્રિયા અત્યંત ધીમી છે, જમ્યા પછી જમવાનું પચતુ નથી અને કબજિયાત રહે છે તો મને ખોરાક પચે તે માટે મારે શું કરવુ? યોગ્ય સલાહ આપશો?

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપનું પાચન શકિત એ ખૂબ જ ધીમી છે, ભૂખ બરાબર લાગતી નથી. જમ્યા પછી પાચન થતુ નથી. અને કબજિયાત પણ રહે છે. આપની આ સમસ્યાઓનું સમાધાન જો કરવાનું હોય તો તેના માટે થોડી ઘણી બાબતો આપ ધ્યાનમાં રાખશો તો ચોક્કસથી તમને ફાયદો થશે.
પાચનક્રિયા સતેજ કરવા માટે સૌથી પહેલા વ્યકિતએ પોતે ક્રિયાશીલ બનવું જોઈએ. જેના માટે નીચેની બાબતોને વધારે ધ્યાનપૂર્વક લેવી જોઈએ.
૧. સવારે વહેલા ઉઠવાનું સમયસર સૂઈ જવાનું અને દિવસે નહિં સૂવાનું
૨. સવારે વહેલા ઉઠયા પછી ઓછામાં ઓછા ૨૦ થી ૨૫ મિનિટ ઝડપથી ચાલવાનું રાખવું જોઈએ. ચાલવાના કારણે શરીરની તમામ ક્રિયાઓ ક્રિયાશીલ બને છે. તેની સાથે સાથે લિવર અને પાચકરસો બનાવનારા અવયવો છે તે પણ ક્રિયાશીલ બને જેના કારણે તમારી પાચનક્રિયાએ ધીમે ધીમે તે સતેજ બનતી જાય.
૩. ખોરાકમાં નિયમિત બનવું. સમયસર, યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે ખોરાક લેવો જોઈએ.
૪. બજારનાં નાસ્તા બંધ કરવા’
૫. ઋતુ પ્રમાણેના ફ્રુટ કે ૠતુ પ્રમાણેના ખોરાક તમે લો. એ સિવાયની બધી જ વસ્તુઓને તમારે છોડવી જોઈએ.
૬ બ્રેડ બિસ્કીટ પાંઉ અને બેકરીની બધીજ આઈટમો, વાસી ખોરાક સદંતર બંધ કરવા જોઈએ.
૭. ખોટા ઉજાગરા ન કરવા જોઈએ.
૭. ચિંતા, ડિપ્રેશન, ખોટા વિચારો આ બધાથી દૂર રહીને હંમેશા ફ્રેશ રહેવાનું અને આનંદમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
૮. હળવી કસરતો, પ્રાણાયામ વગેરે જેવી ક્રિયાઓ એ તમારી પાચનક્રિયાને સતત એક્ટિવ રાખવામાં ફાયદારૂપ બને છે. આ સિવાય પાચનક્રિયા સક્ષમ બને અને કબજિયાત દૂર થાય તે માટે થોડા ઘણા ઔષધો પણ ચાલુ રાખી શકો છો.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. ચિત્રકાદિવટી બે ગોળી બે વાર જમ્યા પછી.
૫. અભ્યારિષ્ટ ૧૫ મિલિ જમ્યા પછી એટલુ જ પાણી બરાબર હલાવીને દિવસમાં બે વાર લેવું.
૬. જમ્યાની ૧૫ મિનિટ પહેલા આદુની ચીપ્સ લીંબુ અને મીઠું મિક્સ કરીને તેને ચાવી જવું
૪ રાત્રે સૂતી વખતે દિવેલવાળી હરડે એક ચમચી હૂંફાળાં પાણી સાથે લેવું

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top