Skip to content

પાચન તંત્ર વિષયક ગેસ-કબજીયાત-અપચો

નમસ્કાર

મને છેલ્લા 3(ત્રણ) વર્ષથી સાંજના ગેસની ખુબ જ તકલીફ થાય છે. ગેસ પ્રવાહ સતત નીકળયા કરે છે તેમજ તેમાં ખુબ જ વાસ આવે છે. મને સામાન્ય રીતે કબજીયાતની તકલીફ નથી. સવારે એકવાર જ પ્રેસર આવે છે, પરંતુ ગેસના કારણે કયારેક ઝાડા જેવું થઇ જાય છે. 25-30 દિવસે જમ્યાબાદ તુરંત ઝાડા જેવુ થઇ જાય છે. આના માટે મેં ઘણી દવા કરી, પ્રયોગો કર્યા પરંતુ આ તકલીફ મટતી નથી.

હાલ હું નિત્ય યોગ-પ્રાણાયામ છેલ્લા 2 વર્ષથી કરુ છું તથા ગેસ-પાચન માટે હિગ્વાષ્ટક ચુર્ણ, શંખભસ્મ મિશ્રીત લઉ છું. તેનાથી થોડો સમય રાહત રહી, પરંતુ પાછી તે તકલીફ થઇ જાય છે. તો આપ આના માટે સચોટ તથા કાયમી ઉપાય બતાવવા વિનંતી છે.

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપને તકલીફ છે તેમાં અજીર્ણ અને ખાસ કરીને વાયુ દોષના કારણે થતાં અજીર્ણની તકલીફ છે..

સાંજના સમયે વાયુનો પ્રકોપ વધવાના કારણે થઈને પાચનની વિશેષ અવસ્થા એ અપાનવાયુ ને પ્રકુપિત કરે છે અને તેના પરિણામ સ્વરૂપ આપને પાચન પૂર્ણ ન થતા તે અપચન ના પરિણામ સ્વરૂપ બગડેલો અપાનવાયુ એ ગેસ સ્વરૂપે અને ખાસ કરીને દુર્ગંધ રુપે સતત બહાર નીકળે છે.

આવી સ્થિતિમાં પાચનની યોગ્ય સારવાર કરાવવી તે મહત્વની છે. હિંગ્વાષ્ટક ચૂર્ણ અને શંખ ભસ્મથી આપને થોડો ઘણો ફાયદો થતો રહેલો છે તે જ બતાવે છે કે આપને વાયુના કારણે થનાર પાચનની તકલીફ છે.

આવા સંજોગોમાં સારી રીતે યોગ્ય તપાસ કરાવીને આયુર્વેદિક દવાઓ શરૂ કરાવી એ હિતાવહ છે.

તેના માટે આપ નજીકના આયુર્વેદિક ડોક્ટર ને કન્સલ્ટિંગ કરાવીને તેમની સારવાર કરો તે સલાહભર્યું છે.

1.હિંગ્વાષ્ટક ચૂર્ણ જમ્યા પછી એક ચમચી લેવી.
2. અભ્યારિષ્ટ 10 મિલિ દિવસમાં બે વાર જમ્યા પછી ગરમ પાણી સાથે લેવું.
3. અજમોદાદિ ચૂર્ણ એક ચમચી સવારે અને સાંજે પાણી સાથે લેવું.
4. શંખવટી એક ગોળી જમ્યા પછી બે વાર લેવી.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top