Skip to content

પેટમાંથી અવાજ આવે છે તો શું કરવું જોઈએ???

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે પેટ માંથી અવાજ આવવો એ આમ તો બહુ સામાન્ય બાબત છે છતાં પણ વારે ઘડીએ પેટ માંથી અવાજ આવતો હોય તો ધ્યાન કરવું જોઇએ.

1. ખાસ કરીને જમ્યા પછી પાચનની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે સૌથી પહેલા કફ દોષ ત્યાર પછી પિત્તદોષ અને છેલ્લે વાયુદોષ પ્રભાવી હોય છે.
2. તેથી જો પાચનની આ છેલ્લી અવસ્થામાં આપને પેટમાંથી અવાજ આવતો હોય એટલે કે ગડગડાટ થતો હોય તો તે વાયુના કારણે છે. આવા સમયે માત્ર અવાજ આવતો હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી.
3. પણ અવાજ આવવાની સાથે સાથે જો પેટ ફુલી જવું પેટમાં ભાર લાગો કે પેટમાં દુખાવો થવો આવી જ તકલીફ હોય તો તેમાં ગેસ ની સારવાર કરાવવી જરૂરી છે.
4. ખાસ કરીને પાચનશક્તિ વધે તે પ્રકારથી હળવી કસરતો ચાલવાનું અને યોગાસન પ્રાણાયામ નિયમિત કરવા જોઈએ.
5. વાયુ વધે તેવા ખોરાક એટલે કે મેંદાની વસ્તુઓ બેકરીની વસ્તુઓ ચણાના લોટમાંથી બનતી વિવિધ ફરસાણની આઈટમો બંધ કરવી જોઈએ.

તે છતાં તકલીફ લાગે તો નીચે પ્રમાણે ઔષધોપચાર ચાલુ કરી શકાય.

1. હિંગ્વાષ્ટક ચૂર્ણ એક ચમચી જમ્યા પછી દિવસમાં બે વાર લેવું
2. લસુનાદિ વટી જમ્યા પછી બે ગોળી બે વાર લેવી.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top