Skip to content

કડવો રસ આપણને શું ઊપયોગી બની શકે ? તેનાથી શું ફાયદા થઈ શકે?

નમસ્તે સર
લોકોને કટુ (કડવું) ગમતું નથી અને તેના વિષે તેઓ અજાણ છે તો કટુ-પૌષ્ટિક શું છે ? કોણ લઇ શકે ? તેના ફાયદા નુકશાન વગેરે જણાવશો તો વધુ સારું.

આ વિષય પર વિગતવાર વાંચો

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપે પુછ્યુ છે કે કડવો રસ આપણને શું ઉપયોગી બની શકે? તેનાથી શું ફાયદા થઈ શકે?

સામાન્ય વ્યવહારમાં જોઈએ તો કડવો સ્વાદ એ કોઈને પણ ન ગમનારો છે. આયુર્વેદ પણ કડવા રસ માટે કહે છે કે તે કોઈને ગમતો નથી, એટલે કે અરુચિકર છે. તે છતા આપણે બાળકોને કડવાણી કે કડવાશ આપવાનો હંમેશા આગ્રહ રાખતા હોઈએ છે. તેવી રીતે જે બિમાર હોય તે બધા લોકોએ કડવા સ્વાદવાળી દવા લેવી એવું હંમેશા આપણે સમજતા હોઈએ છે.

પરંતુ દરેક સ્વસ્થ માણસે સ્વસ્થ રહેવા માટે આયુર્વેદે બતાવ્યા પ્રમાણે છ પ્રકારના સ્વાદ, તીખો, ખાટો, ખારો, કડવો, મીઠો, તૂરો તે બધાનું સેવન કરવું જોઈએ.

દરેક સ્વસ્થ વ્યકિત એ કડવા દ્રવ્યોનું સેવન કરી શકે. પરંતુ પિત્ત પ્રકૃતિવાળા, કફપિત્તના રોગોવાળા, ડાયાબિટિશ, તાવ, કૃમિ, લોહીનો બગાડ, એસિડિટી, બળતરાં આ બધા રોગોમાં કડવો રસ ખૂબ જ લાભદાયી નિવડે છે. શરદઋતુ અને ગ્રીષ્મઋતુ એટલે કે ઉનાળાની ઋતુમાં પણ કડવો રસ લેવામાં આવે તો તે લોહીની અંદરની ગરમીને ઓછી કરે છે, કફમાં પણ ફાયદો કરે છે. પાચનમાં સુધારો કરે છે. શરીરમાં સ્ફૂર્તિ રહે છે.

કડવો રસ એ વધારે પ્રમાણમાં ન લેવો જોઈએ. કારણકે તેનો એક ગુણ શરીરને કૃશ કરનારો એટલે શરીરનું વજન ઘટાડવાવાળો છે. સાથે સાથે જાતિય શકિત પણ ઘટાડે છે. તેનાથી ઉંઘ પણ ઘટે છે. કડવા સ્વાદવાળા અલગ-અલગ ઔષધો અથવા દ્ર્વ્યોમાં ગળો એટલે કે ગુડુચી તે એક અપવાદ છે. કે જે કડવી હોવા છતાં પણ પૌષ્ટિક છે જેથી તેને કટુ પૌષ્ટિક કહેવામાં આવે છે. તે ગમે તેટલી લેવામાં આવે તો પણ નુકશાન કરતી નથી. તેથી કડવા રસમાં કાયમી ઉપયોગ કરવાનો હોય અથવા તો એવી ઈચ્છા હોય તો હંમેશા ગળો લેવાનુ યાદ રાખવું જોઈએ.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top