Skip to content

યોનીમાંથી દૂર્ગધ આવે છે જરુરી ઉપાય જણાવો

16.11K viewsઆયુર્વેદસ્ત્રીઓના રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda diet Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda medicine Ayurveda QA ayurveda tips ayurveda treatment dr ayurveda Dr. Nikul Patel અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આયુર્વેદિક સ્ત્રી રોગ નિષ્ણાંત આરોગ્ય સમસ્યા આહાર પદ્ધતિ ઉત્તર બસ્તિ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ ગાયનેક પ્રોબ્લેમ છરસ જાનુબસ્તિ કર્મ દુષિત યોનિ નસ્ય કર્મ પંચકર્મ પોષણ પ્રાણાયામ બસ્તિકર્મ યોગાસન યોગ્ય ખોરાક યોનિમાં દુર્ગંધ યોનિરોગ લાઇફકેર આયુર્વેદ વમન કર્મ વિરેચન કર્મ વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ ષડ્રસ સ્ત્રી રોગ

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આવા પ્રશ્નો ની અંદર બે ત્રણ વાતો જાણ્યા વગર આપને સારવાર બતાવવી એ અમારા અઘરી હોય છે.
1. આપની ઉંમર?
2. આપ પરણેલા છો કે નહીં અથવા આપ સેક્સ્યુઅલી એક્ટિવ છો કે નહીં?
3. આપને કોઇપણ પ્રકારનું ઇન્ફેક્શન છે કે કેમ?
4. દુર્ગંધ અમુક વખતે જ આવે છે કે કાયમી ચાલુ રહે છે?
5. દુર્ગંધની સાથે યોની માંથી કોઈપણ પ્રકારના પ્રવાહીનો સ્રાવ થાય છે?
6. આ સાથે ખંજવાળ બળતરા જેવા અન્ય કોઇ લક્ષણો છે કે કેમ?

આ ઉપરના પ્રશ્નોના જો યોગ્ય જવાબ મળે તો અમે ચોક્કસથી આપને યોગ્ય સારવાર બતાવી શકીએ.
વળી આના માટે શક્યતઃ રૂબરૂ જ મુલાકાત તે વધારે લાભદાયી નીવડે છે.

છતાં પણ અત્યારે હાલ તમે આ પ્રમાણે પ્રવાહી બનાવી ને યોની ની અંદર થી ધોવાની રાખશો.

પ્રવાહી બનાવવાની રીત
સ્વચ્છ તપેલીમાં 10 ગ્રામ જેટલો પંચવલ્કલ ક્વાથનો ભૂકો લઈ તેમાં એક ગ્લાસ પાણી રેડી અડધું પાણી બળે ત્યાં સુધી તેને ઉકાળવું. ત્યારબાદ ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળીને તે જે પાણી છે તેનાથી દિવસમાં બે વાર આવી રીતે યોનિના બહાર અને અંદર ના ભાગમાં સફાઈ કરવી.

આ સિવાય અન્ય દવાઓ માટે ઉપરના જવાબો આપવા માટે વિનંતી સહ.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top