નમસ્તે સર,
મારી વાઇફ ને પ્રથમ વખત જાતે અબોસન થઇ ગયેલ હતું
અને બીજી વખત એટલે કે આ વખતે 2 મહીના પછી બાળકનો વિકાસ ના હોવાથી..ડોક્ટર પાસે અબોસન કરાવ્યુ..
હવે અબોસન કરાવ્યુ …પણ હજુ સુધી માસિક આવેલ નથી..તો શું કારણ હોઈ શકે? ડોક્ટર ની દવા ચાલુ છે.. હોમોંન્સ પ્રોબેલ્મ હોઈ શકે અથવા કોથળી માં કઈ ડેમેજ થયુ હોય તો બની શકે આવુ એવુ ડૉકટર નું કહેવુ છે.
તો આપ સાહેબ ને આ માસિક માં વિલંબ અંગે માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી છે.
આશા રાખુ કે આપ સાહેબ આપનો કિમંતી સમય કાઢી જવાબ આપશો.
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપના પત્નીને બે વાર abortion થયું છે. બીજી વાર ગર્ભપાત થયા પછી હજુ સુધી માસિક શરૂ થયું નથી તે તમારી હાલની સમસ્યા છે.
સામાન્ય રીતે ગર્ભાવસ્થા બાદ ડીલીવરી અથવા તો કસુવાવડ થાય તેવા સંજોગોમાં હોર્મોનમાં બદલ આવતો હોય છે અને તેને કારણે મોડું માસિક આવવું કે લાંબા સમય સુધી માસિક ન આવવાની સમસ્યા ઓ પણ ઘણીવાર દેખાતી હોય છે.
ગર્ભપાત પછી ગર્ભાશયની કોથળીમાં કોઈ સમસ્યા નથી ને તેના માટે તમારે સોનોગ્રાફી દ્વારા તે તપાસ કરાવીને તેનું નિદાન કરાવી લેવું જોઈએ.
જો ગર્ભાશયની કોથળીમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન હોય અને તે બધું જ બરાબર હોય તો માત્ર ને માત્ર હોર્મોન માં થયેલા ફેરફારોને ધ્યાનમાં લઈને આગળ ની દવા કરવી જોઈએ.
સામાન્ય રીતે કસુવાવડ પછી દોઢથી બે મહિના સુધી રાહ જોઈ શકાય. આ પછી પણ જો માસિક ન આવે તો સ્ત્રીરોગ નિષ્ણાત ડૉક્ટર અથવા તો આયુર્વેદિક ડોક્ટર ને બતાવી ને સારવાર કરવી જોઈએ.
આમ પણ કસુવાવડ પછી ગર્ભાશયની શુદ્ધિ માટે અને વારેવારે કસુવાવડ ન થાય તેના માટે સારી રીતે આયુર્વેદિક દવાઓ કરીને પ્રેગ્નન્સી રાખવી હિતાવહ છે.
કસુવાવડ પછી ઉભી થયેલી ગર્ભાશયની નબળાઈમાં આયુર્વેદિક દવાઓ વધારે સારું કામ આપે છે.
આના માટે જ્યાં સુધી ડોક્ટરને બતાવવા ન જાઓ ત્યાં સુધી કામચલાઉ ધોરણે નીચે પ્રમાણે દવાઓ શરૂ કરવી જોઇએ.
1. દશમૂલારિષ્ટ ૧૦ મિ.લિ દિવસમાં બે વાર પાણી ઉમેરીને લેવું
2. યોગરાજ ગૂગળ બે ગોળી બે વાર લેવી
3. પુષ્પધનવા રસ એક ગોળી સવારે અને સાંજે લેવી
4. ચંદ્રપ્રભા વટી બે ગોળી બે વાર લેવી.
માસિક લાવવા માટે ડોક્ટરની સલાહ મુજબ જ દવાઓ લેવી જરૂરી છે.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
વધારે પડતો શ્રમ ન કરવો
વાસી અને આથેલો ખોરાક ન લેવો.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps