Skip to content

લાંબા સમય સુધી સેક્સ માણવા માટે

9.77K viewsપુરુષ સેક્સ સમસ્યાAyurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda in india ayurveda medicine ayurveda medicines ayurveda qa ayurveda tips ayurveda treatment dr ayurveda Dr. Nikul Patel online ayurveda free consulting sexologist sexual health અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય સમસ્યા ઉત્તર બસ્તિ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ કામ સમસ્યા કામોત્તેજના જાતિય સમસ્યા જાનુબસ્તિ કર્મ નસ્ય કર્મ પંચકર્મ પ્રાણાયામ બસ્તિકર્મ યોગાસન લાઇફકેર આયુર્વેદ વમન કર્મ વિરેચન કર્મ વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ શીઘ્રપતન સમાગમ સમસ્યા સેક્સ પ્રોબ્લેમ સેક્સ લાઇફ સેક્સ સમસ્યા સેક્સોલોજીસ્ટ

Share with:


મારી ઉંમર ૨૨ વર્ષની છે. અને હું અપરિણિત યુવાન છું.
જ્યારે પણ હું સમાગમ કરુ ત્યારે તે માણી શકતો નથી.
લાંબા સમય સુધી સમાગમ કરી શકાય તે માટે યોગ્ય સલાહ આપશો

admin Changed status to publish August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપે મને આપની સમસ્યા તો જરૂર મોકલી આપી છે પરંતુ આપની સમસ્યામાં ક્યાંય કોઇ સ્પષ્ટતા જોવા મળતી નથી. તેમ છતાં આપને અને આપના જેવા બીજા લોકોને પણ ઉપયોગી થાય તે રીતે માહિતી આપવાનો પ્રયાસ કરું છું.

સૌ પ્રથમ વાત તો એ છે કે આપના લગ્ન થયાં નથી અને આપ જાતિય જીવનમાં સક્રિય છો. આવા સમયે અનેક સંભાવના હોઇ શકે. તમે લગ્ન સિવાયના સંબંધમાં આપના સમવયસ્ક અપરિણિત આપના કોલેજની મિત્ર સાથે અથવા અન્ય સમવયસ્ક પરિણિત સ્ત્રી સાથે સંબંધ રાખતા હો તો પ્રથમ કિસ્સામાં થોડા ડરને કારણે અથવા વધારે અનુભવ ન હોવાને કારણે પણ આ સમસ્યા આપને લાગતી હોઇ શકે છે. બીજા કિસ્સામાં અતૃપ્ત પરિણિત સ્ત્રી ને તમે તૃપ્ત ન કરી શકો તેનો અર્થ એ નથી કે આપનામાં કોઇ તકલીફ છે અને હંમેશા એ આપને ઓછું જ લાગે.

આ સિવાય શક્ય છે કે આપનાથી મોટી ઉમરની પરિણીત સ્ત્રી સાથે પણ સંબંધ હોઇ શકે. આ પ્રકારના કિસ્સામાં તો આયુર્વેદ સ્પષ્ટ પણે જણાવે છે કે પોતાનાથી વધારે ઉંમરની સ્ત્રી સાથે સહવાસ કરવાથી શક્તિ અને આયુષ્ય ઓછું થાય છે.

વળી સેક્સ માટે હંમેશા એવું જ વલણ હોય છે કે જેટલી તાકાત હોય તેટલી ઓછી જ પડે. આવા સંજોગોમાં આપની સેક્સ માટેની શક્તિ માપસરની છે કે ઓછી એ પહેલા નક્કી કરવું પડે અને તે માટે આપ વધુ માહિતી મોકલશો.

સેક્સ માટે શક્તિ આપનાર કે સમય વધારનાર દવાઓ એ ગમે ત્યાં મેડીકલ સ્ટોર પર મળવી અશક્ય છે અને જે મળે છે તે ઓછી ગુણવત્તાની જ મળે છે. માટે આપની આ સમસ્યા માટે કાંતો આપે રૂબરૂ આવીને કન્સ્લ્ટીંગ કરાવવું પડે અથવા ઓનલાઇન કન્સ્લટીંગના માધ્યમથી કુરિયર દ્વારા દવા આપ મંગાવી શકો છો.

એક વાત ખાસ એ જણાવવાની કે જાતિય શક્તિ વધારનારી નિર્દોષ દવાઓમાં કોઇ ચમત્કાર હોતો નથી. છાપામાં વાંચેલી જાહેરાત કે લોભામણી જાહેરાત થી ભરમાઈ ન જતાં યોગ્ય સમય સુધી નિયમિત સારવાર લેવાથી ધાર્યું પરિણામ આવી શકે અને તે માટે ખર્ચ કરવાની પણ તૈયારી રાખવી પડે.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsguj
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Answered question July 28, 2020
Back to top