મારી ઉંમર ૨૯ વર્ષ છે અને મારા અરેન્જ્ડ મૅરેજ થયાં છે. મને ઘણા સમયથી ખૂબ વધારે પરસેવો થવાની સમસ્યા છે. નાહ્યા પછી બે-ત્રણ કલાકમાં જ શરીર પર પરસેવો આવી જાય છે અને તેના કારણે શરીરમાંથી ગંધ આવવા લાગે છે. ઑફિસ જતાં પહેલાં હું કપડાં પર પરફ્યુમ છાંટું છું અને દિવસ દરમિયાન ચાર-પાંચ વખત ડીઓનો ઉપયોગ કરવો પડે છે. તેમ છતાં સાંજ સુધીમાં ખાસ કરીને ડાર્ક કલરના કપડાં પર પસીનાના સુકાયેલા ડાઘ દેખાય છે.
પરસેવો ઓછો થાય તે માટે હું પાઉડરનો પણ ઘણો ઉપયોગ કરું છું, પરંતુ ખાસ ફાયદો થતો નથી. ઊલટું, પાઉડર અને પરસેવાના કારણે ત્વચા પર મેલ અથવા પડ જમા થતો અનુભવાય છે. શરીરની ગંધને કારણે હું પોતે પણ અસ્વસ્થ અને સંકોચ અનુભવુ છું.
મારી સૌથી મોટી ચિંતા એ છે કે આ સમસ્યાની અસર મારા લગ્નજીવન પર ન પડે. રાત્રે પતિની નજીક જતાં પહેલાં પણ મારે નહાવું પડે છે, કારણ કે મને લાગે છે કે શરીરમાંથી આવતી ગંધને કારણે તેઓ મારી નજીક આવવામાં અચકાય છે. તેથી મને સતત ચિંતા રહે છે કે વધારે પડતો પરસેવો અને શરીરની ગંધને કારણે અમારા દાંપત્ય સંબંધોમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
શું આ પ્રકારના વધુ પડતા પરસેવા પાછળ કોઈ કારણ હોઈ શકે? શરીરની ગંધ અને પરસેવો ઘટાડવા માટે આયુર્વેદિક રીતે કયા ઉપાય, આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરી શકાય? તેમજ ત્વચાને નુકસાન ન થાય તે માટે ડીઓ, પરફ્યુમ અને પાઉડરનો ઉપયોગ કેવી રીતે કરવો? કૃપા કરીને દાંપત્યજીવનને ધ્યાનમાં રાખીને યોગ્ય અને વ્યવહારુ માર્ગદર્શન આપશો.
વધુ પડતો પરસેવો અને શરીરની ગંધ માટે આયુર્વેદિક માર્ગદર્શન
admin Changed status to publish