હું ૩૧ વર્ષની છું.મારે એક બાબો છે (૧૦વર્ષ) ત્યાર બાદ કોઈ બાળક કે મિસ્કેરેજ નથી થયું કે કરાવ્યું, મને છેલ્લા બે મહિનાથી માસિક અનિયમિત અને વધુ પડતું આવે છે.મને થાક અને થોડો કમર અને પગમાં દુખાવો રહે છે. મેં મારા ઘરની નજીક વડોદરામાં જ ગાયનેક ને બતાવ્યું એમને સોનોગ્રાફી પણ કરી તો કહ્યું આવું થી ચાલ્યું કરે, કહી મને દવા આપી હતી શરૂ ના બે દિવસ બે ટાઈમ બાદ માં રોજ રાત્રે એક એ લેવાની ચાલુ કરી છતાં પણ મારે માસિક આવે j છે હા થોડું ઓછું થયું પણ રોજ થોડું દેખાય છે, હું થાકી ગઈ છું. શું કરું?
નમસ્તે
આપનો દિવસ સ્વસ્થ રહે !!
ડૉ. નિકુલ પટેલ દ્વારા સંચાલિત આયુર્વેદના આરોગ્ય વિશ્વમાં આપનું સ્વાગત છે.
આપને બે મહિનાથી માસિક અનિયમિત અને વધુ આવે છે, દવા પછી થોડું ઘટ્યું છે પણ રોજ થોડું દેખાય છે, અને થાક તથા કમર-પગમાં દુઃખાવો રહે છે.
વધુ રક્તસ્ત્રાવ થી હિમોગ્લોબિન ઘટી જાય છે – CBC (Hb), થાઇરોઇડ (TSH) રિપોર્ટ કરાવવા. જો ખૂબ વધારે રક્તસ્ત્રાવ, ચક્કર કે બેભાન જેવું લાગે તો તરત ગાયનેકને બતાવવું. ગાયનેકે આપેલી દવા તેમની સલાહ વિના બંધ ન કરવી.
નીચેના ઔષધો ૩ મહિના લો:
- પુષ્યાનુગ ચૂર્ણ – ૧ ચમચી સવાર-સાંજ ચોખાના ઓસામણ કે પાણી સાથે
- અશોકારિષ્ટ – ૧૫ મિલિ સવાર-સાંજ જમ્યા પછી સરખા પાણી સાથે
- બોલબદ્ધ રસ – ૧ ગોળી સવાર-સાંજ
- શતાવરી ચૂર્ણ – ૧ ચમચી રાત્રે દૂધ સાથે
- ધાત્રી લોહ – ૧ ગોળી સવાર-સાંજ (થાક અને લોહીની ઉણપ માટે)
આહાર: તીખું, ખાટું, તળેલું, ગરમ મસાલા, પપૈયું, અનાનસ બંધ. દૂધ, ઘી, ખજૂર, અંજીર, દાડમ, આમળાં વધારે. માસિક દરમિયાન આરામ.
નોંધ:
અહીં આપેલી સલાહ સુરક્ષા અને દરેક જગ્યાએ ઉપલબ્ધતાના આધારે આપવામાં આવી છે. જોકે, પરિણામ દવા બનાવનાર કંપનીની ગુણવત્તા પર આધાર રાખી શકે છે.
અમારી પાસે સારી ગુણવત્તાની દવાઓ પણ ઉપલબ્ધ છે. અમે દવાઓ બિન-વ્યાવસાયિક ધોરણે બનાવીએ છીએ અને માત્ર અમારા ક્લિનિક પરથી જ મોકલીએ છીએ. કોઈ પણ વ્યક્તિ અમારે ત્યાંથી શુદ્ધ દવાઓ લઈ જઈ શકે છે અથવા કુરિયર દ્વારા દુનિયાભરમાં મંગાવી શકે છે (કુરિયર ચાર્જ અલગ). ઓનલાઇન કન્સલ્ટિંગ દ્વારા દવા મેળવવા માટે ઈમેલ અથવા વોટ્સએપ મેસેજ કરો.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps