નમસ્તે સાહેબ. મારી ઉંમર ૮૨ વર્ષ છે. સહેજ ઠંડીથી તાવ આવે છે, વારંવાર પેશાબ જવું પડે છે અને સૂતી વખતે પેશાબ થઈ જાય છે. શક્ય હોય તો જલદીથી માહિતી અને દવા જણાવશો. મારું શરીર દૂબળું-પાતળું છે, કબજિયાત અને નબળાઈ પણ ઘણી રહે છે, તો સારવાર બતાવશો.
નમસ્તે
આપનો દિવસ સ્વસ્થ રહે !!
ડૉ. નિકુલ પટેલ દ્વારા સંચાલિત આયુર્વેદના આરોગ્ય વિશ્વમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા મોટેભાગે વૃદ્ધાવસ્થા જન્ય છે.
વારંવાર પેશાબ જવું અને સૂતી વખતે પેશાબ થઈ જવો એ ડાયાબિટીસ કે પ્રોસ્ટેટની તકલીફને કારણે હોઈ શકે. તેથી નજીકના દવાખાનામાં તપાસ કરાવવી જરૂરી છે; ડાયાબિટીસ કે પ્રોસ્ટેટ હોય તો તે પ્રમાણે સારવાર થઈ શકે.
ત્યાં સુધી નીચેની દવાઓ શરૂ કરો:
- ચંદ્રપ્રભા વટી ૨ ગોળી સવાર-સાંજ પાણી સાથે
- રસાયન ચૂર્ણ ૧ ચમચી સવાર-સાંજ પાણી સાથે
- ચ્યવનપ્રાશ ૧ મોટી ચમચી સવારે પાણી સાથે
આપની આ સમસ્યામાં પંચકર્મ સારવાર પણ ખૂબ લાભદાયી થઈ શકે છે:
- બસ્તિ કર્મ
- શિરોધારા
- અભ્યંગ
આવા સમયમાં નકારાત્મક વિચારોથી દૂર રહીને હંમેશા હકારાત્મક વિચાર રાખો.
સવારે ખુલ્લી હવામાં ચાલવું, હળવી કસરત, યોગ-પ્રાણાયામ અને ધ્યાન કરશો તો જલદી પરિણામ મળશે.
નીચેનાં યોગાસન કરો:
- પદ્માસન
- પશ્ચિમોત્તાનાસન
- વજ્રાસન
- સર્વાંગાસન
- ભુજંગાસન
- ચક્રાસન
- પ્રાણાયામ
નોંધ:
અહીં આપેલી સલાહ સુરક્ષા અને દરેક જગ્યાએ ઉપલબ્ધતાના આધારે આપવામાં આવી છે. જોકે, પરિણામ દવા બનાવનાર કંપનીની ગુણવત્તા પર આધાર રાખી શકે છે.
અમારી પાસે સારી ગુણવત્તાની દવાઓ પણ ઉપલબ્ધ છે. અમે દવાઓ બિન-વ્યાવસાયિક ધોરણે બનાવીએ છીએ અને માત્ર અમારા ક્લિનિક પરથી જ મોકલીએ છીએ. કોઈ પણ વ્યક્તિ અમારે ત્યાંથી શુદ્ધ દવાઓ લઈ જઈ શકે છે અથવા કુરિયર દ્વારા દુનિયાભરમાં મંગાવી શકે છે (કુરિયર ચાર્જ અલગ). ઓનલાઇન કન્સલ્ટિંગ દ્વારા દવા મેળવવા માટે ઈમેલ અથવા વોટ્સએપ મેસેજ કરો.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps