નમસ્તે
આપનો દિવસ સ્વસ્થ રહે !!
ડૉ. નિકુલ પટેલ દ્વારા સંચાલિત આયુર્વેદના આરોગ્ય વિશ્વમાં આપનું સ્વાગત છે.
વાળ ખરવાનાં મુખ્ય કારણો: લોહીની ઉણપ, થાઇરોઇડ, ચિંતા, ઉજાગરા, પિત્ત પ્રકૃતિ, ખોડો, કેમિકલવાળાં શેમ્પૂ-કલર અને પોષણની ઉણપ.
Hb, Vitamin D, B12, થાઇરોઇડ રિપોર્ટ એક વાર કરાવી લેવા.
નીચેના ઔષધો ૩ – ૬ મહિના લો:
- ભૃંગરાજ ઘનવટી – ૨ ગોળી સવાર-સાંજ
- સપ્તામૃત લોહ – ૨ ગોળી સવાર-સાંજ
- આમળાં ચૂર્ણ – ૧ ચમચી સવારે પાણી સાથે
- નીલીભૃંગરાજ તેલ થી અઠવાડિયે ૩ વાર માલિશ (રાત્રે લગાડી સવારે ધોવું)
- અરીઠા-શીકાકાઈ-આમળાંનું કેમિકલ રહિત શેમ્પૂ
આહાર: દૂધ, લીલાં શાકભાજી, ફળો, તલ, ખજૂર વધારે; જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, અથાણાં બંધ; ઉજાગરા અને ચિંતા ટાળવી.
પંચકર્મ: નસ્ય (ષડ્બિંદુ તેલ), શિરોધારા.
નોંધ:
અહીં આપેલી સલાહ સુરક્ષા અને દરેક જગ્યાએ ઉપલબ્ધતાના આધારે આપવામાં આવી છે. જોકે, પરિણામ દવા બનાવનાર કંપનીની ગુણવત્તા પર આધાર રાખી શકે છે.
અમારી પાસે સારી ગુણવત્તાની દવાઓ પણ ઉપલબ્ધ છે. અમે દવાઓ બિન-વ્યાવસાયિક ધોરણે બનાવીએ છીએ અને માત્ર અમારા ક્લિનિક પરથી જ મોકલીએ છીએ. કોઈ પણ વ્યક્તિ અમારે ત્યાંથી શુદ્ધ દવાઓ લઈ જઈ શકે છે અથવા કુરિયર દ્વારા દુનિયાભરમાં મંગાવી શકે છે (કુરિયર ચાર્જ અલગ). ઓનલાઇન કન્સલ્ટિંગ દ્વારા દવા મેળવવા માટે ઈમેલ અથવા વોટ્સએપ મેસેજ કરો.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps