I feel tired after every food intake. Will you suggest me medicine or habit change to me.
My age is 22. I m living in hostel. After lunch or dinner i don’t feel energetic.I checked my hemoglobin level, it is OK.I took B-Complex also. But i am not feeling fresh after food intake.Full day i feel fresh but problem is after food intake.
Thanks
નમસ્તેસર
મારી ઊંમર ૨૨વર્ષ છે. હું હોસ્ટેલમાં રહુ છું. ખાસ કરીને જ્યારે પણ હું કંઇ પણ જમુ છું, તો જમ્યા પછી મને ખૂબ થાક લાગે છે મને સ્ફૂર્તિ બિલકુલ લાગતી નથી. મારું હિમોગ્લોબિન બરાબર છે, હું બી કોમ્પ્લેક્ષની ગોળી પણ લઇ રહ્યો છું. આખો દિવસ મને કોઇ તકલીફ નથી રહેતી પણ જેવો હું કંઇપણ પેટમાં નાંખુ કે તરત જ થાક લાગે અને એમ જ થાય કે હું સૂઇ જ જાઉં.
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
આપ હોસ્ટેલમાં રહો છો જ્યારે પણ તમને ખૂબ જ થાક લાગે છે. અને જ્યારે પણ તમે જમો છો અને જમ્યા પછી પણ ખૂબજ થાક લાગે છે. અને આપને આળસ ચઢે છે સૂઈ જવાની ઈચ્છા થાય છે.
સામાન્ય રીતે આ પ્રકારની તકલીફમાં જોઈએ તો આપને પાચનની સમસ્યા હોય તે સીધુ દેખાઈ આવે છે. અને જ્યારે પણ તમે ખોરાક લો છો ત્યારે જમ્યા પછી તેની પાચનની જે પ્રક્રિયા થાય છે તે વખતે થોડી ઘણી આળસ ચઢવી તે સામાન્ય છે.પણ થાક લાગવો તે યોગ્ય નથી. અને તેથી આવા સમયે થોડા પાચન સંબંધી ઔષધો લેવાથી તમને ફરક પડશે. કારણકે હિમોગ્લોબિનની ગોળી ઈન્જેકશન વગેરે લેવા છતાં પણ આપને કોઈ ફરક પડતો નથી.તેથી પાચન થવું તે સૌથી મહત્વનું છે.
નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. શંખવટી બે ગોળી જમ્યા પછી.
૨. વાસાદિ ઘનવટી બે ગોળી બે વાર.
૩. હિંગવાષ્ટક ચૂર્ણ જમ્યા પછી છાશ સાથે ૧ ચમચી
૪. રસાયણ ટેબલેટ બે ગોળી બે વાર
૫. દ્રાક્ષાસવ સિરપ ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર જમ્યા પછી લેવું
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
૫. જમ્યા પછી પાંચમિનિટ માટે વજ્રાસનમાં બેસવું
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps