સાહેબ,
મારી પત્નીને છેલ્લા ૨૦ વર્ષથી હિસ્ટેરિયા જેને ગુજરાતીમાં વાઈ કહે છે તેની તકલીફ છે.
મારા લગ્ન થયાને ૬ વર્ષ જેવું થાય છે.તેણે લગ્ન પહેલા મને જાણ નહોતી કરી.લગ્ન બાદ મને આ વાતની ખબર પડી.
મારો પ્રશ્ન એ છે કે,
૧-તેને જયારે આ તકલીફ થાય છે ત્યારે શ્વાસ ધમણની માફક ચાલવા લાગે છે.
૨-આંખો એકદમ પહોળી થઈ જાય છે.
૩-શરીરનું હલન ચલન કાબુમાં નથી રહેતું.
૪-ક્યારેક પેશાબ પણ છૂટી જાય છે.
આ બધું માત્ર ૫-૧૫ સેકંડમાં થઈ જાય છે.ત્યાર બાદ તે નોર્મલ થઈ જાય છે.
આ માટે અમે અમારા જીલ્લા લેવલના માનસિક નિષ્ણાતોની સલાહ અનુસાર એલોપેથિક દવાઓ લઈએ છીએ પરંતુ,તેનાથી કોઈ નક્કર પરિણામ નથી મળતું.(અત્યારે અમે t-maz 200 દવા લઇ રહ્યા છીએ)
આ બાબતે મને કોઈ આયુર્વેદિક અને ઘરગથ્થું ઈલાજ બતાવવા વિનંતી છે.
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે નીતિનભાઇ
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપના પત્નિને જે તકલીફ છે તે વાઈ/હિસ્ટિરીયા જ છે અને આયુર્વેદમાં આને યોષાપસ્માર પણ કહે છે.
મગજની ક્રિયાઓમાં ઉભા થતા વિક્ષેપને કારણે થતી આ પ્રકારની તકલીફમાં જ્ઞાનતંતુઓ અને ચેતાતંતુઓને મજબૂતાઈ મળે તે પ્રકારના આયુર્વેદના ઔષધો તેની ચાલતી રહેલી દવાની સાથે આપી શકાય.
આ પ્રકારની તકલીફમાં ચાલતી રહેલી અને સેટ થયેલી એલોપેથી દવાને ક્યારેય જાતે બંધ કરવીનહિં. પણ સાથે આયુર્વેદ દવા શરૂ કરીને લાંબા ગાળે તમે દવા બંધ કરી શકો છો. પણ આ બધામાં વૈધની નિયમિત મુલાકાત અને માર્ગદર્શન અતિ આવશ્યક છે.
નીચે પ્રમાણે ના ઔષધો તેમાં ઉપયોગી હોય છે પણ જાતે ન લેતા યોગ્ય માર્ગદર્શનથી જ લેશો.
૧, સુવર્ણ બ્રાહમી વટી
૨. મેધ્ય રસાયન
૩. સારસ્વત ચૂર્ણ
૪. સારશ્વતારિષ્ટ
૫. બ્રાહમી ઘૃત
૬. સારશ્વત ઘૃત
૭. નિદ્રા જનન યોગ
૮. સર્પગંધા વટી ઇત્યાદિ.
માનસિક પ્રસન્નતા એ આની મુખ્ય દવા છે. નિત્ય પૂજા- પાઠ, ધ્યાન, સારા વિચારોનું સેવન, યોગાસન, પ્રાણાયામ ઇત્યાદિ આના માટે જરુરી છે.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. નસ્ય કર્મ
૨. બસ્તિકર્મ
૩. શિરોધારા કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨. ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પદ્માસન
૫. પ્રાણાયામ
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps