નમસ્તે સાહેબ,
યોનીમાંથી દૂર્ગધ આવે છે જરુરી ઉપાય જણાવો
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આવા પ્રશ્નો ની અંદર બે ત્રણ વાતો જાણ્યા વગર આપને સારવાર બતાવવી એ અમારા અઘરી હોય છે.
1. આપની ઉંમર?
2. આપ પરણેલા છો કે નહીં અથવા આપ સેક્સ્યુઅલી એક્ટિવ છો કે નહીં?
3. આપને કોઇપણ પ્રકારનું ઇન્ફેક્શન છે કે કેમ?
4. દુર્ગંધ અમુક વખતે જ આવે છે કે કાયમી ચાલુ રહે છે?
5. દુર્ગંધની સાથે યોની માંથી કોઈપણ પ્રકારના પ્રવાહીનો સ્રાવ થાય છે?
6. આ સાથે ખંજવાળ બળતરા જેવા અન્ય કોઇ લક્ષણો છે કે કેમ?
આ ઉપરના પ્રશ્નોના જો યોગ્ય જવાબ મળે તો અમે ચોક્કસથી આપને યોગ્ય સારવાર બતાવી શકીએ.
વળી આના માટે શક્યતઃ રૂબરૂ જ મુલાકાત તે વધારે લાભદાયી નીવડે છે.
છતાં પણ અત્યારે હાલ તમે આ પ્રમાણે પ્રવાહી બનાવી ને યોની ની અંદર થી ધોવાની રાખશો.
પ્રવાહી બનાવવાની રીત
સ્વચ્છ તપેલીમાં 10 ગ્રામ જેટલો પંચવલ્કલ ક્વાથનો ભૂકો લઈ તેમાં એક ગ્લાસ પાણી રેડી અડધું પાણી બળે ત્યાં સુધી તેને ઉકાળવું. ત્યારબાદ ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળીને તે જે પાણી છે તેનાથી દિવસમાં બે વાર આવી રીતે યોનિના બહાર અને અંદર ના ભાગમાં સફાઈ કરવી.
આ સિવાય અન્ય દવાઓ માટે ઉપરના જવાબો આપવા માટે વિનંતી સહ.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps