Skip to content

પ્રેગનન્સી રહેતી નથી

મારા લગ્ન થયાને 15 મહીના થયા છે અમે પ્રેગનન્સી માટે વીચારીએ છીએ પણ પ્રેગનન્સી રહેતી નથી એના માટે શું કરવું જોઈએ એના વીશે જરૂરી માર્ગદર્શન આપવા વીનંતી પ્રેગનન્સી માટે કયો સમય અનુકુળ રહે છે એના વીશે પણ જરૂરી માર્ગદર્શન આપવા વીનંતી

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

1. લગ્નજીવનના 15 મહિના પછી પણ આપને પ્રેગ્નન્સી રહેતી નથી તો તેના માટે સૌથી પહેલાં તો આપના બંને માંથી કોને પ્રોબ્લેમ છે તે જોવું જોઈએ.
2. માસિકની અનિયમિતતા શરીર ધોવાવું શારીરિક નબળાઈ ગર્ભાશયની નબળાઈ બીજ ન બનવું વધારે પડતું વજન શરીર ની ગરમી આવા સ્ત્રી પાત્ર તરફના અનેકવિધ પ્રશ્નોના કારણે પણ પ્રેગ્નન્સી ન રહી શકે.
3. પુરુષ તરફથી જોઈએ તો સૌથી પહેલા આપે આપના વીર્યની લેબોરેટરીમાં તપાસ કરાવી ને વીર્યમાં શુક્રાણુની સંખ્યા અને તેની મોટી લીટી આ બન્ને વસ્તુ બરાબર છે કે નહીં તે જોવું જોઇએ.જો તેમાં કોઈ ઉણપ હોય તો તેની આયુર્વેદિક સારવાર કરાવીને તે પૂરતી કરવાથી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ વધી જાય છે.
4. આ સિવાય બંનેમાં કોઈપણ પ્રકારની ખામી ન હોય તેવા કેસમાં પણ બંનેના વાયુ પિત અને કફ આ ત્રણેય દોષો નહીં સમ અવસ્થા માટે યોગ્ય આયુર્વેદિક સારવાર કરીને પણ પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરવો જોઈએ.
5. ઘણીવાર જાતીય જ્ઞાન ના અભાવના કારણે ક્યારે અને કેવી રીતે સેક્સ કરવું તે નું જ્ઞાન પૂર્ણ ન હોવાથી પણ બધું જ નોર્મલ હોવા છતાં પ્રેગ્નન્સી ન રહી શકે. આના માટે સ્ત્રીના માસિક આવ્યા પછી દસમાંથી અઢારમા દિવસની વચ્ચે સમાગમ કરવો જોઈએ.
6. આ સિવાય પ્રેગ્નન્સી માટે પતિ-પત્ની બન્ને વચ્ચેનો ઉત્કટ પ્રેમ અને એકબીજા માટેનો ખુબ જ જાતીય આકર્ષણ પણ સમાગમ વખતે આવશ્યક બની રહે છે.

આ બધા ઉપરાંત ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેને લઇને પ્રેગ્નન્સીના રહી શકે.
આના માટે આપ બંને રૂબરૂ આવીને consultation કરાવો તે જ સૌથી સારો ઉપાય છે અને તે વખતે આપના વીર્યના રિપોર્ટ સાથે આવો તે આપને સલાહ ભર્યું છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top