Skip to content

ઢીંચણમાં દુઃખાવો, કબજિયાત, ઘડપણ…

13.76K viewsકબજિયાતવૃદ્ધાવસ્થાનાં રોગોસાંધાના રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda diet Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda in india ayurveda medicine ayurveda medicines Ayurveda QA ayurveda tips ayurveda treatment dr ayurveda Dr. Nikul Patel online ayurveda free consulting અથર્વ આયુર્વેદ ક્લિનિક આડઅસર આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય સમસ્યા ઉત્તર બસ્તિ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ કબજિયાત ઘૂંટણનો દુઃખાવો જાનુબસ્તિ કર્મ નસ્ય કર્મ પંચકર્મ પ્રાણાયામ બસ્તિકર્મ યોગાસન લાઇફકેર આયુર્વેદ વધતી ઉંમર વમન કર્મ વિરેચન કર્મ વૄદ્ધાવસ્થાનાં રોગો વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ સાંધાનો વા

મારી ઉંમર ૮૫ વર્ષ છે. ઉંમરના પ્રમાણમાં નીચે મુજબની તકલીફો રહે છે. તેના માટે યોગ્ય આયુર્વેદિક સારવાર બતાવશો.
(૧) ઢીંચણનો વા છે બન્ને ઘૂંટણના સાંધામાં સખત દુઃખાવો થાય છે અને કમરનો દુઃખાવો પણ થવાને કારણે ઊભું રહેવાતું નથી.
(૨) સવારે કે બપોરે સૂઈને ઉઠ્યા બાદ એકદમ ઊભા થવા જઇએ તો ચક્કર જેવું લાગે છે.
(૩) વર્ષોથી કબજિયાત રહે છે અને ખોરાક પ્રત્યે અરુચિ રહ્યા કરે છે. ઘરનું ખાવાને બદલે બજારના ફરસાણ ખાવાનું મન થયા કરે છે. તો આનાં માટે શું કરી શકાય તે વિગતવાર બતાવશો..

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપને જે જે પણ પ્રશ્નો છે તેનું મુખ્ય કારણ એ આપની ઉંમર છે અને આવા સજોગોમાં સંપૂર્ણ મટાડવાનું તો શક્ય જ નથી પણ તેમાં આયુર્વેદની દવાઓ આપને ખૂબ જ લાભદાયી નિવડી શકે છે.

આપની તમામ સમસ્યા એ વૃદ્ધાવસ્થા જન્ય છે.

સાંધાનો વા અને સાંધાનો ઘસારો હોવો એ બહુ સામાન્ય બાબત છે. આખી જિંદગી જે શરીર પાસેથી કામ લીધું તે હવે થોડું ઘસાય તો ખરું જ ને .. તેના માટે સારવાર આપને સૂચવું જ છું પણ સાથે સાથે તેલની નિયમિત માલિશ કરવાથી તેમાં ઘસારો થતો ઓછો થવાથી ફાયદો જણાય છે. અન્ય કોઇ જેલ – ટ્યૂબ ન વાપરતાં નીચે જણાવેલ તેલ વાપરવાનો આગ્રહ રાખશો.

આયુર્વેદિક પડીકીના નામે સ્ટીરોઈડ્સ ભૂલમાં ન લેવાઇ જાય તેનો ખ્યાલ રાખશો.

નીચેની દવા શરૂ કરશો….

૧. અજમોદાદી ટેબલેટ ૨ ગોળી બે વાર

૨. વાતારિ ગુગળ ૨ ગોળી બે વાર

૩. યોગરાજ ગુગલ ૨ ગોળી બે વાર

૪. મહારાસ્નાદિ કાઢા ૧૦ મિલિ બે વાર

૫. બૃહદ સૈંધવાદિ તૈલ તથા પંચગુણ તેલ સરખા ભાગે લઇને સવાર સાંજ બે વાર માલિશ કરવું.

૬. અશ્વગંધારિષ્ટ ૧૦ મિલિ બે વાર જમ્યા પછી.

૭. દિવેલ માં શેકેલી હરડેનું ચૂર્ણ ૨ ગ્રામ જેટલું રોજ રાત્રે સૂતી વખતે લેવું.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. શિરોધારા કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top