મારી ઉંમર ૮૫ વર્ષ છે. ઉંમરના પ્રમાણમાં નીચે મુજબની તકલીફો રહે છે. તેના માટે યોગ્ય આયુર્વેદિક સારવાર બતાવશો.
(૧) ઢીંચણનો વા છે બન્ને ઘૂંટણના સાંધામાં સખત દુઃખાવો થાય છે અને કમરનો દુઃખાવો પણ થવાને કારણે ઊભું રહેવાતું નથી.
(૨) સવારે કે બપોરે સૂઈને ઉઠ્યા બાદ એકદમ ઊભા થવા જઇએ તો ચક્કર જેવું લાગે છે.
(૩) વર્ષોથી કબજિયાત રહે છે અને ખોરાક પ્રત્યે અરુચિ રહ્યા કરે છે. ઘરનું ખાવાને બદલે બજારના ફરસાણ ખાવાનું મન થયા કરે છે. તો આનાં માટે શું કરી શકાય તે વિગતવાર બતાવશો..
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપને જે જે પણ પ્રશ્નો છે તેનું મુખ્ય કારણ એ આપની ઉંમર છે અને આવા સજોગોમાં સંપૂર્ણ મટાડવાનું તો શક્ય જ નથી પણ તેમાં આયુર્વેદની દવાઓ આપને ખૂબ જ લાભદાયી નિવડી શકે છે.
આપની તમામ સમસ્યા એ વૃદ્ધાવસ્થા જન્ય છે.
સાંધાનો વા અને સાંધાનો ઘસારો હોવો એ બહુ સામાન્ય બાબત છે. આખી જિંદગી જે શરીર પાસેથી કામ લીધું તે હવે થોડું ઘસાય તો ખરું જ ને .. તેના માટે સારવાર આપને સૂચવું જ છું પણ સાથે સાથે તેલની નિયમિત માલિશ કરવાથી તેમાં ઘસારો થતો ઓછો થવાથી ફાયદો જણાય છે. અન્ય કોઇ જેલ – ટ્યૂબ ન વાપરતાં નીચે જણાવેલ તેલ વાપરવાનો આગ્રહ રાખશો.
આયુર્વેદિક પડીકીના નામે સ્ટીરોઈડ્સ ભૂલમાં ન લેવાઇ જાય તેનો ખ્યાલ રાખશો.
નીચેની દવા શરૂ કરશો….
૧. અજમોદાદી ટેબલેટ ૨ ગોળી બે વાર
૨. વાતારિ ગુગળ ૨ ગોળી બે વાર
૩. યોગરાજ ગુગલ ૨ ગોળી બે વાર
૪. મહારાસ્નાદિ કાઢા ૧૦ મિલિ બે વાર
૫. બૃહદ સૈંધવાદિ તૈલ તથા પંચગુણ તેલ સરખા ભાગે લઇને સવાર સાંજ બે વાર માલિશ કરવું.
૬. અશ્વગંધારિષ્ટ ૧૦ મિલિ બે વાર જમ્યા પછી.
૭. દિવેલ માં શેકેલી હરડેનું ચૂર્ણ ૨ ગ્રામ જેટલું રોજ રાત્રે સૂતી વખતે લેવું.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. શિરોધારા કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps