Skip to content

ડાયાબીટિસ માટે સચોટ આયુર્વેદ સારવાર બતાવશો

મારી ઉંમર ૫૧ વર્ષ છે અને PPBS 1.30 કલાક પછીનું ૧૫૩ આવેલ છે , તો આપ મને તેને કંટ્રોલ માં રાખવા માટે શું કરવું તે જણાવશો. મને ડાયાબીટીસ ન થાય તે માટે શું કરવું જોઇએ? આપ યોગ્ય સલાહ આપ્શો,

i am 51 years man i checked PP after 1:30 hrs and found 153..so pl. suggest how to control in a range. i want to prevent diabetes. pl. provide me all guide line to stop diabetes

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
– આપે જે પ્રમાણે રિપોર્ટ મોકલ્યો છે તેમાં આદર્શ રીતે તો જમવાના બે કલાક નો રિપોર્ટ જ કરીએ તે બરાબર છે તેથી એક્વાર ભરપેટ જમ્યાનાં બે કલાક બાદ જ આપ રિપોર્ટ કઢાવીને ફરીથી મોક્લશો.
– વળી આપે જે રિપોર્ટ મોકલ્યો છે તે પ્રમાણે તો આપને કોઇ તકલીફ હાલ જણાતી નથી તેથી ચિંતા કરવાનું કારણ નથી.
– ડાયાબીટીસ ન હોય તો તેને રોકવા માટે એક દ્રષ્ટિએથી જોઇએ તો કાંઇ પણ ન હોઇ શકે. જેને નથી તેને થશે જ એવું માની લેવાનું કોઇ કારણ નથી. તેથી ડાયાબીટીસ ન થાય તેના માટે વિચારવાને બદલે સ્વસ્થ કેમ રહેવાય તે જ વિચાર કરવો આવશ્યક છે.
જેમાં
• સવારે વહેલા ઉઠવું.
• ૩ કિમી જેટલું ઝડપથી ચાલવું.
• યોગાસન અને પ્રાણાયામ કરવા
• વાસી ખોરાક ન લેવો
• સમયસર ખોરાક ને ઉંઘ લેવી.
• ૠતુ અનુસાર જ ખોરાક લેવો
• આહારના નિયમોનું પાલન કરવું અને વિરુદ્ધ આહાર ન લેવો.


VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top