નમસ્તે
આપનો દિવસ સ્વસ્થ રહે !!
ડૉ. નિકુલ પટેલ દ્વારા સંચાલિત આયુર્વેદના આરોગ્ય વિશ્વમાં આપનું સ્વાગત છે.
આપને પાંચ વર્ષથી આખા શરીરે ચાંઠાં વગર ખંજવાળ આવે છે અને ઘણી દવાથી ફરક નથી પડ્યો.
ચાંઠાં વગરની લાંબી ખંજવાળમાં આયુર્વેદ પ્રમાણે ત્વચાની રૂક્ષતા (સૂકાપણું), લોહીમાં ગરમી (રક્ત-પિત્ત) અને પાચનની નબળાઈ મુખ્ય કારણ હોય છે.
લાંબી ખંજવાળ ક્યારેક લિવર, કિડની, થાઇરોઇડ, ડાયાબિટીસ કે લોહીની ઉણપ ને કારણે પણ હોય છે – એક વાર CBC, LFT, RFT, TSH, Sugar રિપોર્ટ કરાવી લેવા.
નીચેના ઔષધો ૩ મહિના લો:
- હરિદ્રાખંડ – ૧ ચમચી સવાર-સાંજ દૂધ સાથે
- આરોગ્યવર્ધિની વટી – ૨ ગોળી સવાર-સાંજ
- કામદુધા રસ (મૌક્તિક યુક્ત) – ૧ ગોળી સવાર-સાંજ
- નહાવા પછી આખા શરીરે નાળિયેર તેલ કે ચંદનબલાલાક્ષાદિ તેલ લગાડવું
આહાર: દહીં, ખાટું, આથાવાળું, બહારનો નાસ્તો, વધારે તીખું-ખારું બંધ. ગરમ પાણીથી ન નહાવું, હૂંફાળા પાણીથી નહાવું. પાણી પૂરતું પીવું.
પંચકર્મ: વિરેચન કર્મ, તક્રધારા.
નોંધ:
અહીં આપેલી સલાહ સુરક્ષા અને દરેક જગ્યાએ ઉપલબ્ધતાના આધારે આપવામાં આવી છે. જોકે, પરિણામ દવા બનાવનાર કંપનીની ગુણવત્તા પર આધાર રાખી શકે છે.
અમારી પાસે સારી ગુણવત્તાની દવાઓ પણ ઉપલબ્ધ છે. અમે દવાઓ બિન-વ્યાવસાયિક ધોરણે બનાવીએ છીએ અને માત્ર અમારા ક્લિનિક પરથી જ મોકલીએ છીએ. કોઈ પણ વ્યક્તિ અમારે ત્યાંથી શુદ્ધ દવાઓ લઈ જઈ શકે છે અથવા કુરિયર દ્વારા દુનિયાભરમાં મંગાવી શકે છે (કુરિયર ચાર્જ અલગ). ઓનલાઇન કન્સલ્ટિંગ દ્વારા દવા મેળવવા માટે ઈમેલ અથવા વોટ્સએપ મેસેજ કરો.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps