Skip to content

મારે ગર્ભ રેહતો નથી

14.34K viewsવંધ્યત્વસ્ત્રીઓના રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda QA Dr. Nikul Patel female problem infertility અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ વંધ્યત્વ સારવાર આયુર્વેદ સલાહ આયુર્વેદ સ્ત્રીરોગ ઉપચાર આયુર્વેદ સ્ત્રીરોગ નિષ્ણાંત આયુર્વેદ સ્ત્રીરોગ સારવાર આયુર્વેદિક દવાઓ આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યમ્ ઈનફર્ટીલીટી સેન્ટર ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કાયમી ઉપચાર કાયમી સારવાર ગર્ભ રહેવું ગર્ભાધાન ગર્ભાવસ્થા દામ્પત્ય જીવન નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ પુરુષવંધ્યત્વ પુરૂષ સમસ્યા પ્રશ્નોત્તરી માં બનવું લગ્નજીવન વંધ્યત્વ વંધ્યત્વ કિલિનિક વૈદ્ય નિકુલ પટેલ સ્ત્રી રોગ સ્ત્રી વંધ્યત્વ સ્ત્રી સમસ્યા સ્ત્રીરોગ નિષ્ણાંત સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા

નમસ્તે સર ,
હું છેલ્લા 5 મહિના થી ગર્ભ રાખવાની ટ્રાય કરું છું પણ મને એમાં સફળતા મળી નથી ,
તો કૃપા કરી ને મને જણાવો કે મારે શું કરવું જોઈએ જેથી હું માં બની શકું

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે તમે છેલ્લા પાંચ મહિનાથી ગર્ભ રાખવાની ટ્રાય કરો છો ને હજુ પ્રેગનેન્સી રહેતી નથી આપે લખ્યુ છે કે સ્ત્રીબીજ તો બરાબર જ બને છે તો શા માટે પ્રેગનેન્સી રહેતી ના હોય તો તેના ઘણા બધા કારણો છે
અહીં આપે જો વીર્યની તપાસ કરાવી હોય અને તમારા શુક્રાણુ બરાબર છે કે નહિં તે કરાવ્યું છે કે નહિં તે લખ્યુ નથી તેથી જો તે ન કરાયુ હોય તો સૌથી પહેલું તે કરાવું જોઈએ
મોટા ભાગના કેસમાં માત્રને માત્ર સ્ત્રી તરફ જ પ્રેગનેન્સીની સારવાર થતી હોય છે પણ અમારા અનુભવ પ્રમાણે જેટલો હિસ્સો સ્ત્રીનો છે તેટલો જ પુરુષનો છે અને તેટલા જ પ્રશ્ન પુરુષ તરફથી પણ જોવા મળતા હોય છે.
વીર્યમાં શુક્રાણુની સંખ્યા અથવા મોટીલીટી ઓછી હોય તે હવે સામાન્ય બાબત છે ઘણા બધા પુરુષોમાં આજના ખોરાક, પાણી ભાગ, દોડ કે ટેન્શન અને ફાસ્ટફૂડ આ બધાના કારણે થઈને પૌષ્ટિક આહાર ન મળવાથી વીર્ય પૂરતું બનતું નથી અથવા તો શુક્રાણુ પૂરતા બનતા હોતા નથી તેથી આ એકદમ સામાન્ય બાબત છે તેમાં ગભરાવવાની કોઈ જરૂર નથી અથવા ટેન્સન લેવાની કોઈ જરૂર નથી અથવા તેના કારણે થઈને પોતાનામાં હીનભાવ રાખવાની પણ આવશ્યકતા નથી. માટે સૌથી પહેલાં વીર્ય તપાસ (સીમેન એનાલીસીસ રીપોર્ટ) કરાવીને એ નક્કી કરી લેવું જોઈએ કે પુરુષ તરફથી કોઈ પ્રશ્ન છે કે નહીં?
તેવી રીતે સ્ત્રી શરીરમાં પણ માસિક સમ્બંધી સમસ્યા કે સ્ત્રીબીજ ન બનવું જેવા અને બીજા પણ અન્ય કારણો હોઇ શકે છે.
જે અમારી નીચેની લિંક એ વંધ્યત્વના કારણોની જે આપ જોશો તો આપને વિગતવાર તેમાંથી માહિતી જાણવા મળશે તે બધાજ કારણોને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને સીમેન એલાસીસીસ રીપોર્ટ કરાવીને આપ વિગતો અમને ઈ-મેઈલ કરશો અથવા તો રૂબરુ આવીને મળશો તો આપણને ચોકક્સથી યોગ્ય દિશામાં સલાહ અને સારવાર મળશે.
નીચેની લિન્ક પર ક્લિક કરશો.
વંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો …)

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top