Skip to content

મારા અંગત જાતીય પ્રશ્નોનું સમાઘાન

Share with:


નમસ્તે સાહેબ,

હું ૨૨ વર્ષ નો અપરણીત યુવાન છું. હું તમારી પાસેથી મારા કેટલાક સવાલ ના જવાબ જાણવા માગું છું. મને તમારી પાસેથી આશ અને મારી તમને વિનંતિ છે કે તમે મારા સવાલ ના જવાબ બને તેટલી વહેલી તકે આપશો….

સવાલઃ૧. મને 12-13 વર્ષ ઊંમરમાં મારા સ્તનનો વિકાસ થયો હતો જે આજ દિન સુધી તેવી જ અવસ્થા છે જેથી મારી છાતી કોઇ યુવતી ની છાતી જેવી દેખાય છે, તો મને આજના યુગના સામાન્ય નિરોગી યુવકની જેવી કસાયેલી છાતી બનાવવા આયુર્વેદીક ઊપચાર જણાવશો.

સવાલઃ૨. મારા લિંગનું કદ સામાન્ય અવસ્થામા અંદાજે ૨.૫ સેમી થી ૩.0સેમી તથા જાડાઈ અંદાજે ૦.૭ સેમી થી ૧.૦ સેમી અને ઊતેજીત અવસ્થામા અંદાજે ૩.૦સેમી થી ૪.0 સેમી તથા જાડાઈ અંદાજે ૦.૭ સેમી થી ૧.૦ સેમી હોય છે. જે મારા શરીર ની ઊંચાઇ (૬ફુંટ ૩ઇંચ) કરતા મારું લિંગ ઘણું નાનું છે, તો મારા લિંગનું કદ અને જાડાઈ વઘારવા આયુર્વેદીક ઊપચાર જણાવશો.

સવાલઃ૩. કેમ મારી ઊંમર વઘવાની સાથે મારા અન્ય અંગ- ઊપાગોની જેમ મારા લિંગનું કદ અને જાડાઈ વઘતી નથી?

સવાલઃ૪. મને જલ્દી વિર્ય સ્ખલન થાય છે જેનો કોઇ આયુર્વેદીક ઊપચાર જણાવશો?

સવાલઃ૫. શું ખરેખર દરેક જુદા જુદા પુરુષ ના લિંગનું કદ અને જાડાઈ જુદા જુદા માપ નું હોય??? અને હોય તો કેમ હોય?

admin Marked as featured question September 25, 2020

Share with:


વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપને અલગ-અલગ જે મૂંઝવણ છે તેનો વિગતવાર જવાબ આપને આ પ્રમાણે મોકલું છું.

જવાબ 1 –
સામાન્ય રીતે છોકરાના બાર તેર વર્ષની ઉંમર સુધીમાં જાતિય અવયવોની નો વિકાસ શરૂ થઈ જતો હોય છે. જેમકે છાતી ઉપર અને જાતીય અંગો પર વાળ આવવા, અવાજ ઘેરો થવો, શરીર મજબૂત અને કસાયેલું થવું, દાઢી મુછ ના વાળ આવવા ની શરૂઆત થવી, બગલમાં વાળ આવવા વગેરે.

આવા સમયે આપણે જે પ્રશ્ન છે કે બાર તેર વર્ષની ઉંમરે આપના આજે સ્તનનો વિકાસ થયો હતો તે કોઈ છોકરીની છાતી હોય તેવું લાગે છે અને તેવું જ કોમલ અવયવો પણ છે જે પુરુષ લાગતું નથી. ખાસ કરીને માંસપેશીઓ બનાવી અને શરીર કસાયેલું બનવું તે માત્ર ઉંમર બદલવાથી બદલાઈ જાય તેવું હોતું નથી પણ સાથે સાથે શરીરને યોગ્ય સમયે યોગ્ય રીતે કસરતો કરવાથી તે શરીર કસાઈને પુરુષના શરીર જેવું મજબૂત બની શકે છે.

તે છતાં પણ વારસાગત લક્ષણો લઈને ઘણી વખતે તમે દરેક પુરુષ ની સરખામણી બીજા પુરુષની સાથે કરી શકતા નથી, પણ આ સિવાય ઉપર જણાવ્યા પ્રમાણેના જાતીય લક્ષણો આપના શરીરમાં દેખાવાના શરૂ થઈ ગયા હોય તો આપને કોઈ પણ પ્રકારની સમસ્યા છે નહીં.

જો ઉપર જણાવ્યા પ્રમાણેના જાતીય લક્ષણો આપના શરીરમાં દેખાતા ન હોય અથવા તો ધીમે ધીમે મોડા દેખાતા હોય તો, આપણા શરીરમાં પુરુષ ગત જાતીય હોર્મોનનો સ્ત્રાવ ઓછો અથવા મોટો થઈ રહ્યો છે એવું તેના પરથી સ્પષ્ટ થાય છે.

જેના માટે કોઈ રોગ હોય તેવું હોતું નથી પણ આ એક કુદરતી પ્રક્રિયા છે જે જન્મજાત આપણા શરીર સાથે જોડાયેલી છે. તે છતાં પણ તેની લેબોરેટરીમાં યોગ્ય તપાસ કરાવીને તેના માટે સારવાર કરાવીને આ પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય છે.

આના માટે આપે રૂબરૂ consultation કરાવવું એ આવશ્યક છે.

જવાબ 2
આપને પ્રશ્ન છે કે આપના લિંગની સાઈઝ એ આપની ઊંચાઈના પ્રમાણમાં નથી. શરીરની ઊંચાઇ સાથે હાથ પગ અને બીજા શરીરના અવયવોની સાઈઝ એ તે પ્રમાણમાં વધારે હોય છે, પણ તેને અને લિંગ ને કોઈ લેવાદેવા નથી.
તેથી, એવું જરૂરી નથી કે ઊંચા માણસનું લિંગ લાંબુ હોય અને જાડા માણસનું લિંગ જાડું હોય તો પછી ઠીંગણા માણસને તો તકલીફ જ રહે. આ એક હવે એવું છે કે જેને અન્ય અવયવોને માપ સાથે કોઈ લેવાદેવા હોતી નથી.

વળી પુરુષ લિંગ ની સાઇઝને અને જાતીય સંતોષને બહુ જ વધારે કઈ લેવાદેવા નથી અને આપે જે સાઈઝ લખી છે તે પ્રમાણે આપના લિંગની સાઇઝ તે સામાન્ય ભારતીય પુરૂષોની સરખામણીમાં એકદમ નોર્મલ જ છે, અને તેથી તેના માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
વળી લિંગની સાઇઝ કે જાડાઈ વધારવા માટે કોઈપણ પ્રકારની દવાઓ હોતી નથી તેથી તે બાબતમાં વિચાર કરવાનું કોઈ છે નહીં.

જવાબ – ૩
ઉંમર વધવાની સાથે તમારા અન્ય અંગોની જેમ લિંગનું કદ અને જાડાઈ વધતી નથી આ પ્રશ્ન આપને રહ્યા કરે છે.
ફરી વાત એ છે કે મોટેભાગે આપણે બધા સામાન્ય અવસ્થામાં રહેલા લિંગ ને જોઈને તેની સાઈઝ બાબતે ચિંતા કરતા હોઈએ છીએ, પણ લિંગની સાઇઝ અને જાડાઈ એનો ખરો ઉપયોગ તો ઉત્તેજના થયા પછી અને સામે બીજું પાત્ર હોય ત્યારે જ હોય છે.
માત્ર કલ્પનાઓથી જોઈએ તેટલી ઉત્તેજના આવતી ન હોવાના કારણે આપણે તેની ઓરીજનલ સાઈઝ ને ક્યારેય માપી શકતા નથી. તેથી આપણને લગ્ન પહેલા હંમેશા લિંગ નાનું હોવાની અનુભૂતિ અને ચિંતા થયા કરતી હોય છે. એક વાર લગ્ન થયા પછી સામેના પાત્રને જો તેમાં કોઈ ખોટ જણાય તો જ આ બાબતે વિચાર કરવાનો છે. તેથી અત્યારે આ બાબતનો વિચાર કર્યા વગર માત્ર આપની કેરિયરમાં ધ્યાન રાખવું જોઇએ અથવા તો આપના જો લગ્ન થવાના હોય તો લગ્ન પહેલાં આ બે ત્રણ મહિના અગાઉ આપ ચોક્કસથી કાઉન્સેલિંગ અને કન્સલ્ટિંગ કરાવીને આ બાબતની તમામ પ્રકારની મૂંઝવણ દૂર કરીને અને જરૂર પડ્યે દવાઓ કરીને આપના સેક્સ જીવનને તંદુરસ્ત બનાવી શકો છો.

જવાબ 4
આપને જલ્દી વિર્ય સ્ખલન થાય છે આ જ પ્રશ્નનો જવાબ પણ ઉપર મુજબ છે. વધારે પડતી ઉત્તેજના અને સેક્સ માટેના અલગ અલગ થયેલો એ હંમેશા શરીરમાંના વીર્યના ફ્લોને આત્યંતિક વધારી દેતા હોય છે અને તેથી વીર્ય સ્ખલન ઝડપથી થઈ જાય છે.
લગ્નજીવનના શરૂઆતના દિવસોમાં તેમજ ઘણીવાર પત્ની ઘણા લાંબા સમય મળે ત્યારે વધારે પડતી ઉત્તેજના ના કારણે વીર્ય સ્ખલન ઝડપથી થવા ના પ્રશ્નો રહે છે પણ તે સમસ્યા નિયમિત લગ્નજીવન પછી ધીરે ધીરે જતી રહે છે.

આમ છતાં ઘણીવાર વધારે પડતા હસ્તમૈથુનની આદતને કારણે અતિશય ઉત્તેજનાને કારણે અપૌષ્ટિક ખોરાકને કારણે તેમજ ઉજાગરા અને અનિયમિત દિનચર્યાને કારણે પણ શુક્ર ધાતુ ની ઉણપ ઉભી થાય છે જેના કારણે જાતીય નબળાઈ અથવા તો ઝડપથી વીર્યસ્ખલન થવાનો પ્રશ્ન ઊભો થતો હોય છે.

આના માટે આપને જ્યારે જવાની આવશ્યકતા લાગે ત્યારે રૂબરૂ મળીને અથવા તો ફોન દ્વારા consultation કરાવીને દવા મંગાવી શકો છો.

જવાબ 5 –
આ જગતમાં ભગવાને જેટલા જેટલા શરીર બનાવ્યા છે તે દરેક શરીરના બધા જ અંગો ની કદ જાડાઈ ઊંચાઈ કલર સ્પર્શ બધું જ જુદું-જુદું બનાવ્યું છે.

જય હાથ પગ માથું આંખો નાથ કાન એની સાઇઝ દરેકની અલગ અલગ હોય છે તેમ પુરુષ ના લિંગ ની કદ અને ઝાડા પણ અલગ અલગ હોય આ એક કુદરતી દેન છે.
તેના માટે આપણે પ્રશ્ન પણ ન હોવો જોઈએ અને પ્રશ્નો હોય તો પણ આનો કોઈ જવાબ હોતો નથી.

ભગવાને બનાવેલું આ શરીર કોઈ મશીન માં બનેલું નથી કે કે જેના કારણે તેમાંથી નીકળેલા તમામ ઉત્પાદનનો એકસરખા હોય.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsgu
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Answered question August 11, 2020
Back to top
error: