Skip to content

હસ્તમૈથુનની આડઅસર અને નપુંસકતા જેવી સ્થિતિ

Share with:


નમસ્તે !

સાહેબ મારી ઉંમર ૨૫ વર્ષની છે અને છેલ્લા નવ વર્ષથી નિયમિત રૂપે હસ્તમૈથુનની આદત રહેલી છે અને તેને કારણે મને હવે મારા લિંગમાં ઉત્તેજના નો અભાવ જોવા મળે છે. હવે જ્યારે પણ મને ઉત્તેજના થાય છે ત્યારે પહેલા જેવી ઉત્તેજના જોવા મળતી નથી.

શું આ પરિસ્થિતિ એ રોજ હસ્તમૈથુન કરવાને કારણે છે? આનો ઉપાય શું? અને મારા લગ્નજીવનમાં કોઇ તકલીફ તો નહિં પડે ને?

(I am 25 old. I masturbating from last 9 year regularly want to know that masturbating effects in penis erection

sir i cant get harder erection like before. deos everyday masturbation from last 8 year is bad for erection?)

Question is closed for new answers.
admin Changed status to publish August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપને જે સમસ્યા લાગે છે તેવી સમસ્યા એ ઘણાં બધા આપની ઉંમરના યુવકોમાં જોવા મળે છે. ખાસ કરીને લગ્ન પહેલા આવી મૂંઝવણ મોટેભાગે જોવા મળતી હોય છે.

યુવાવસ્થા શરૂ થતાંની સાથે જ હસ્તમૈથુન ની આદત ખાસ કરીને શરૂ થઇ જતી હોય છે અને આ ઉંમરમાં આવતા જાતિય આવેગો માટે હસ્તમૈથુન એ જ વધારે સારો અને હાથવગો ઉપાય હોય છે.

સામાન્ય રીતે હસ્તમૈથુન માટે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે જેના માટે વિગતવાર ક્યારેક વાત કરીશું. પણ અઠવાડિયામાં એક-બે વાર કરવામાં આવતા હસ્તમૈથુનની સાથે જો પૌષ્ટિક ખોરાક પણ લેવામાં આવે તો આવી સમસ્યા સર્જાવાની શકયતાઓ નહિવત્ત રહે છે.

પરંતું વધારે પ્રમાણમાં હસ્તમૈથુન ને કારણે લિંગમાં ધીમે – ધીમે ઉત્તેજના ઘટવા લાગે છે. એટલું જ નહિં પણ જલ્દીથી ઉત્તેજના આવવી પણ મુશ્કેલ બને છે અને તે ઉત્તેજના મેળવવા માટે અનેક પ્રયાસો કરવામાં તકલીફ વધુ ને વધુ વધતી જાય છે.

મોટેભાગે યુવકો એવું વિચારે છે કે મને અત્યારે ઉત્તેજના ઓછી થઇ ગઇ છે તો લગ્ન પછી ઉત્તેજના નહિં જ આવે ને? આ વિચાર એ તદ્દ્ન ભૂલ ભરેલો છે અને તેના ટેન્શનમાં આત્મવિશ્વાસ ખૂટવાથી આ તકલીફ વધુ ને વધુ જાળ ફેલાવે છે.

૧. આના સરળ ઉપાય માં સૌ પ્રથમ તો હસ્તમૈથુન નું પ્રમાણ ઓછું કરી દો અને તેના માટે આપનું ધ્યાન બીજી અન્ય જગ્યાએ કેન્દ્રિત કરી દો.
૨. બજારનાં નાસ્તા, તીખું, તળેલું, વાસી ખોરાક વગેરેની જગ્યાએ તાજો ખોરાક, ઘી, દૂધ અને માખણ વાળો ખોરાક, ફળો, સૂકોમેવો વગેરે વધુ ને વધુ આરોગો.
૩. યોગ, પ્રાણાયામ, હલવી કસરતો વગેરે નિયમિત કરો.
૪. અશ્લિલ સાહિત્ય, ફિલ્મ કે વેબસાઇટથી દૂર રહો.
આ ઉપરાંત આયુર્વેદના શાસ્ત્રમાં તો લગ્ન ના બે-ત્રણ મહિના અગાઉ દરેક પુરૂષે જાતિય શક્તિ વધે તેવા ઔષધોનું નિત્ય સેવન કરવું જોઇએ તેવો ઉલ્લેખ છે. આપના કેસમાં પણ આપના લગ્ન નાં ત્રણ – ચાર મહિના પહેલાંથી નીચેના ઔષધો લેવાનું શરૂ કરી દેવાથી કોઇ પ્રશ્ન નહિં આવે અને આપ સુખેથી લગ્નજીવનનો આનંદ માણી શકશો.

આપ નીચે પ્રમાણે સારી ફાર્મસીની આયુર્વેદિક દવાઓ શરૂ કરીને આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.
૧. શુદ્ધ મકરધ્વજ વટી એક ગોળી સવાર સાંજ મધ સાથે – જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય
૨. વૃષ્ય ટેબલેટ બે ગોળી સવાર સાંજ પાણી સાથે – જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય
૩. આત્મગુપ્તા ટેબ બે ગોળી સવાર સાંજ પાણી સાથે – જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય
૪. વરદા ટેબ બે ગોળી સવાર સાંજ પાણી સાથે – જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય
૫. વાજીકરણ તેલ બાહ્ય ઉપચાર માટે – લિંગ પર માલિશ કરવાથી નબળી પડેલી નસો મજબૂત બનશે.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsguj
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Selected answer as best July 30, 2020
Back to top
error: