Skip to content

સેક્સ સમસ્યા – પેનિસ સમસ્યા

8.08K viewsજાતિય મૂંઝવણadult sex problem Ayurveda ayurveda doctor ayurveda in india ayurveda medicines ayurveda qa ayurveda sex consulting couple sex problem online ayurveda free consulting sex education sexologist sexual health woman sexual health અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય સમસ્યા આસન ઉત્તર બસ્તિ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ કામસૂત્ર જાતિય આનંદ જાતિય સમસ્યા જાનુબસ્તિ કર્મ દામ્પત્યજીવન નસ્ય કર્મ પંચકર્મ પરિણિત યુગલ પ્રાણાયામ ફોરપ્લે બસ્તિકર્મ યોગાસન લાઇફકેર આયુર્વેદ લિંગને ઇજા વમન કર્મ વાત્સ્યાયન વિરેચન કર્મ વિશિષ્ટ આસન વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ સમાગમ સમાગમ સમસ્યા સેક્સ સમસ્યા સેક્સોલોજીસ્ટ

Share with:


અમારા લગ્નને ૮ વર્ષ થયાં અને અમારું જાતિય જીવન ખૂબ સંતોષકારક છે અને અમે જાતિય જીવનમાં બન્ને પક્ષે ભરપૂર આનંદ મેળવીએ છીએ. ત્રણ મહિના પહેલા એક વિશિષ્ટ આસનમાં સમાગમ કરવાનો પ્રયત્ન કરતા હતાં પણ તે બરાબર સેટ ન થતાં મારાં પત્નિનું શરીર પાછળની તરફ નમી જવાથી મારા લિંગ ને ઇજા થઇ હતી. લોહી પણ નિકળ્યું હતું. જો કે તે પછી ડોક્ટરની સારવારથી તેમાં સારું થઇ ગયો હતો અને તેપછી ત્રણ મહિને સમાગમ કર્યો તો તકલીફ થઇ નથી પણ હજું મને મનમાં ડર પેસી ગયો છે કે ફરીથી આવું તો નહીં ન થાય ને?

– એક પરિણીત પુરુષ ( અમદાવાદ)

admin Changed status to publish August 3, 2020

Share with:


વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપના ૮ વર્ષના લગ્નજીવનમાં આપનું જાતિય જીવન ઉભય પક્ષે સંતોષકારક છે તે આનંદની વાત છે અને આવાં સંજોગો જ પતિ-પત્નિને વધારે નજીક રાખવામાં મદદરૂપ થાય છે. વળી, તમારાં જાતિય જીવનની વિશેષતા એ પણ આપની સમસ્ય પરથી લાગે છે કે આપ તેને એકધારું ન રાખતાં તેમાં વૈવિધ્ય લાવવાનો પ્રયત્ન કરતાં રહો છો અને તેના ભાગરૂપે આપને સમસ્યા ઉભી થઇ હતી.

કામસૂત્રના પ્રણેતા મહર્ષિ વાત્સ્યાયનનો પણ આ જ ઉદ્દેશ છે કે મનુષ્ય જીવનમાં સ્ત્રી-પુરુષ એ જાતિય આવેગો ન દબાવવાને બદલે તેમાં વૈવિધ્ય લાવીને એક સુખાકારી અને આનંદમય જીવન જીવે અને વધુને વધુ કાર્યક્ષમ બને.

આપ પણ આ જ પ્રકારે અલગ અલગ આસન દ્વારા જાતિયજીવનને વધુ રંગીન બનાવવાનો પ્રયત્ન કરતા હશો એવું મારું અનુમાન છે. પરંતુ આ ઉપરાંત એ વાતનું પણ જ્ઞાન હોવું એટલું જ આવશ્યક છે કે દરેક સ્ત્રી પુરુષના જેમ બાહ્ય શરીરનો દેખાવ અને પ્રકાર જેમ અલગ અલગ હોય છે તેમ સ્ત્રી – પુરુષના જાતિય અવયવોના માપ અને આકાર પણ દરેકના અલગ – અલગ હોવાણે કારણે એક યુગલને માફક આવનાર આસન બીજા માટે દુઃખકારક પણ નિવડી શકે છે અને તેથી જ તો દરેક આસનનો ઉપયોગ પ્રથમ વખત કરતી વખતે ખૂબ જ સાવધાની થી પહેલા ચકાસણી કરી લેવી અને જો બન્ને ને અનુકૂળ આવે તો જ તેનો આગળ પ્રયોગ કરવો. આજે જેમ આપના લિંગને ઇજા થઇ છે તેમ સાવધાની ન રાખવાને કારણે ઘણી વખત યોનિના અંદરના ભાગમાં પણ ઇજા થવાની સંભાવના રહે છે. જેનો આપે હંમેશા ખ્યાલ રાખવો જોઇએ.

હવે, આપની સમસ્યા સંપૂર્ણ નાબૂદ થઇ ગઇ છે તો પછી તેમાં વધારે કંઇ વિચાર ન કરતા આપ નિત્ય અને માફક સરના આસનો દ્વારા જ સેક્સનો આનંદ માણો તે હિતાવહ છે. સેક્સમાં વૈવિધ્ય માટે આસન પર આધાર ન રાખતાં આપ ફોરપ્લેમાં વૈવિધ્ય ઉમેરીને વધારે આનંદ મેળવી શકશો…

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsguj
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Answered question July 28, 2020
Back to top