Skip to content

લગ્નને ત્રણ મહિના થયા છે પણ અમે સમાગમ કરી શકતાં નથી..

નમસ્તે સાહેબ
હું ૨૦ વર્ષની પરિણિત સ્ત્રી છું અને મારાં લગ્ન ત્રણ મહિના પહેલાં થયાં છે. મારો પ્રશ્ન અમારા અંગત જીવનને લગતતો છે. અમે ત્રણ મહિનાથી સાથે જ રહીએ છીએ. અને મને એવું લાગે છે કે જ્યારે હું મારા પતિ સાથે સમાગમ કરું છું ત્યારે મારી યોનિપટલ નો પડદો અત્યાર સુધી તૂટ્યો નથી અને જ્યારે પણ અમે સમાગમ માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે મને યોનિના ભાગે અસહ્ય દુઃખાવો થાય છે જેને કારણે મારા પતિ પ્રયત્ન કરવાની હિંમત કરી શકતા નથી. તેથી તેમના લિંગનો યોનિપ્રવેશ થઇ શકતો નથી. મારા પતિ મારી યોનિની જગ્યાને ક્યારેક આંગળી નાંખીને પહોળું કરવાનો પ્રયત્ન કરે છે પણ દુઃખાવો થવાને કારણે તે પણ શક્ય નથી બન્યું.

મારા શરીરનો વિકાસ પૂરતો થયેલો છે. યોગ્ય સમયે માસિક પણ આવી ગયા હતા અને તે પણ નિયમિત જ છે, મારા સ્તનનો વિકાસ પણ સમયસર અને યોગ્ય પ્રમાણમાં થયેલો છે. તેથી મારા શરીર કે યોનિના ભાગમાં વિકાસને લગતી તકલીફ હોય તેવું લાગતું નથી.

અમારી આ સમસ્યાથી અમે ખૂબ દુઃખી છીએ. અને મારા પતિ ખૂબ જ નિરાશ રહે છે. અમે બીજું કંઈ વધારે જાણતા નથી તો આપ આ યોનિપટલ નો પડદો તૂટે અને અમે યોગ્ય રીતે સમાગમનો આનંદ લઇ શકીએ તે માટે યોગ્ય માર્ગદર્શન આપશો. તેના માટે કોઇ ઓપરેશન કરાવવું પડે કે ? મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું ઇચ્છું છું કે હું મારા પતિને સારામાં સારી રીતે સમાગમ સુખ આપી શકું. મારા આ પ્રશ્નનો જલ્દીથી જવાબ આપશો. હું રાહ જોઇશ. શરમના કારણે ફોન પર વાત કરી શકતી નથી કે રૂબરૂ આવવું શક્ય નથી .. તો માર્ગદર્શન આપશો.

Question is closed for new answers.
lifecareayurveda Changed status to publish

નમસ્તે

બહેન !!

આપનું નામ નથી ખબર એટલે સંબોધન આ રીતે કરી રહ્યો છું.
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

સૌથી પહેલા તો મારે આપને એ કહેવાનું છે કે આપને જે સમસ્યા છે તે બહું ઓછા લોકો ને આ સમસ્યા હોય છે . અને આ સમસ્યા ચોકકસ પણે નિવારી શકાય તેમ છે. તેથી નિરાશ થવાની કે કોઇ નેગેટીવ વિચારો કરવાની જરૂર નથી આપ ચોક્કસથી લગ્ન જીવન સુખ અને આનંદથી માણી શકશો અને તમારા પતિને સમાગમ સુખ સારામાં સારી રીતે આપી જ શકશો.

આ પ્રકારની સમસ્યા મોટેભાગે લગ્ન પહેલા અને પછી સેક્સ માટે યોગ્ય અને સાચું જ્ઞાન ન હોવાને કારણે સર્જાતી હોય છે અને તેથી લગ્નબાદ યુવાની માં સેક્સ થકી જે આનંદ લેવો જોઇએ તે પતિ-પત્નિ પૂર્ણ સ્વરૂપે લઇ શકતા નથી. અને તે માટેનું શિક્ષણ ક્યાંય મળતું નથી અને જેને કારણે આવી નાની-મોટી સમસ્યા જીવન જીવવાનો આનંદ જ ક્ખતમ કરી નાખે છે. બન્ને સંપૂર્ણ સ્વસ્થ અને પૂર્ણ હોવા છતાં અંતરંગ આનંદ જેવું આવડે તેવું માણતા હોય છે અથવા તો હલકાં સાહિત્ય વાંચીને કે મૂવી જોઇને ગેરમાર્ગે દોરાતાં હોય છે. કારણ કે વાસ્તવિકતા અને મૂવી માં બતાવવામાં આવતી વસ્તુ એકબીજાથી તદ્દન ભિન્ન છે. અમે અથર્વ આયુર્વેદ ક્લિનિકમાં આ પ્રકારની જાગૃતિ લાવવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. ‘વાત્સ્યાયાન એડલ્ટ સેક્સ એજ્યુકેશન પ્રોગ્રામ દ્વારા યુવા-યુવતી-સ્ત્રી-પુરુષ કે દંપતી તે શિક્ષણ દ્વારા વિઝ્યુઅલ તથા વિડીયો દ્વારા તેમજ ચર્ચા કરીને પોતાની માન્યતાઓ ને વૈજ્ઞાનિક સ્વરૂપે સમજી શકે છે અને કામસૂત્રમાં દર્શાવેલ સમાગમના વિવિધ આદનો , વિવિધ પ્રેમક્રીડાની રીતો નું માર્ગદર્શન મેળવી શકે છે. આ શિક્ષણ કોઇપણ વ્યક્તિ રૂબરૂ અથવા ઓનલાઇન પણ મેળવી શકે છે.

આપનો જવાબ જ અહિં રજૂ કરૂં છું વધારેમાં આપને જરૂર લાગે તો આપ આ યૌનશિક્ષણ માટે સંપર્ક કરી શકો છો.

આપના લગ્નને ત્રણ મહિના થયા છે અને આપ સેક્સ માટે પ્રયત્ન કરો છો અને આપને લાગે છે કે ત્રણ મહિનાના પ્રયત્ન પછી પણ તમારા યોનિપટલનો પડદો તૂટ્યો નથી અને દરેક વખતે આપને અસહ્ય વેદના પણ થાય છે. આ માટેના ઘણાં કારણો હોઇ શકે.

૧. ઘણીવાર એવું બને કે જે જગ્યાએથી લિંગને પ્રવેશ કરાવવાનો હોય તે માટે જ અજ્ઞાન હોય તો ખોટી જગ્યાએ મહેનત થવાને કારણે યોગ્ય રીતે પ્રવેશ તો ન જ થઇ શકે અને ઊલ્ટાનો દુઃખાવો થાય.

૨. જાતિયજીવનની શરૂઆતમાં થોડા સમય સુધી સમાગમ દરમ્યાન દુઃખાવો થવો એ સામાન્ય બાબત છે. અને તેવા સમયે વિવિધ રીતે લાંબા સમય સુધી ફોરપ્લે કરવાથી અને શરીરના બીજા ભાગો પર સ્પર્શ તથા ચુંબન – આલિંગન વગેરે કરતાં રહેવાથી વધારે ઉત્તેજના અનુભવવાને કારણે દુઃખાવા તરફ ધ્યાન ઓછું જવાને કારણે દુઃખાવો સહન કરી શકાય છે.

૩. અનેક વખતના નિષ્ફળ પ્રયત્ન પછી આત્મવિશ્વાસ તૂટી જવાને કારણે પણ તમારા પતિ જ્યારે પ્રયત્ન કરવા મથે ત્યારે તેને પોતાને કોન્ફિડન્સ ન રહેવાને કારણે તેનું લિંગ પણ વધારે સમય સુધી ઉત્તેજિત ન રહી શકે અને તમને પણ દુઃખાવાના ડર અને થશે કે નહિં ? શું થશે ? જેવી ચિંતા થવા લાગે જેને કારણે તમારા શરીરના અને ખાસ કરીને યોનિના સ્નાયુઓ વધારે સંકોચાવાને કારણે તે વધુ કડક થઇ જાય અને જેનાથી સામાન્ય હોવા છતાં પણ લિંગ પ્રવેશ કરી શકે નહિં અને આમ સામાન્ય પ્રશ્ન વધારે પેચીદો બની જાય.

૪. સામાન્ય રીતે યોનિ પટલનો પડદો એકદમ પાતળો હોય છે જેથી અમુક સમયે તો સાયકલ ચલાવવને કારણે કે પડીજવાને કારણે કે વધારે ઝડપથી દોડવાને કારણે પણ જાતે જ તૂટી જઇ શકે છે પણ અમુક વાર તેની ચામડી જાડી હોવાને કારણે કે સ્થિતિસ્થાપકતા વધારે હોવાને કારણે તે તૂટતો નથી. તેવા સંજોગોમાં કોઇ નજીકના સ્ત્રીરોગ નિષ્ણાંત પાસે જઇને નાનકડો ચીરો મૂકાવી દેવાથી સમસ્યા નિવારી શકાય છે. પણ તે પહેલા એકાદ-બે વખત કુદરતી રીતે જ સમાગમ દરમ્યાન જ તૂટી જાય તેવો પ્રયત્ન કરી શકાય. જેના માટે..

થોડા દિવસ એકદમ રિલેક્સ થઇ જાઓ.. સમાગમ માટે પ્રયત્ન જ ન કરો,, માત્ર ફોરપ્લે જ કરો અને તે રીતે રોજે-રોજે સેક્સ માટેની ઉત્તેજના વધારતા રહો અને જ્યારે એજ વખતે ખૂબ જ ઉત્તેજીત થૈ જવાય ત્યારે તમારા પતિને હિંમતથી સેક્સ કરવા માટે તૈયાર કરો. તે છતાં પણ જો દુઃખાવાનો ડર લાગતો હોય તો યોનિમાં અંદર અને બહારની બાજુમાં સંવેદનાનાશક – એનેસ્થેટીક જેલ લગાવીને થોડા સમય બાદ તે ભાગ બહેરો થઇ જવાણે કારણે દુઃખાવા વગર સેક્સ થઇ શકશે અને આપના પતિને પણ હિંમત આવશે.

પણ સૌથી પહેલા તો તે જાણવું તેટલું જ આવશ્યક છે કે પ્રયત્ન ક્યાં કરવાણો છે અને એકવાર યોનિમાં લિંગ પ્રવેશ થયા પછી પણ થોડા દિવસ સુધી દુઃખાવો તો રહેવાનો જ પણ તે ધીમે ધીમે ઓછો થતો જશે અને આનંદ ધીમે ધીમે વધતો જશે .

આપને સેક્સજીવન ને લગતા અન્ય કોઇ પ્રશ્ન જણાય તો ચોક્કસ થી પ્રશ્ન કરશો.

આયુર્વેદ થકી આરોગ્ય સમસ્યાનો ઉકેલ આપતી એકમાત્ર આ ગુજરાતી પ્રશ્નોત્તરી ની વેબસાઇટ પર મુલાકાત બદલ આપનો આભાર.

સુખી લગ્નજીવનની શુભકામનાઓ.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top