મારી ઉંમર ૩૫ વર્ષ છે અને મને વીર્યનું સ્ખલન જલ્દી થઇ જાય છે
મને ચા પીવાની ટેવ છે અને કોઇ વાર ગુટખા ખાઇ લઉં છું
આ સિવાય કોઇ શારીરિક બિમારી નથી. અને સંભોગ માટે સમય વધે તે માટે મને આયુર્વેદિક ઉપાય જણાવશો.
હું સુરત રહું છું.
(mari-age-35- che- ok- mane- virya-shakhalan-jaldi-thaijay- che-(early dischaRGE)
mane- tea-piwani-tev-che- koi-war-gutkha-khai-law-chu-
koi-saririk- bimari- nathi-
mane-sambhog- samay-wadhe-te-mate- aaryuwedic-ilaj- bata-wo-
maru-ghar-surat- che)
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપને શીઘ્ર સ્ખલન ની સમસ્યા છે અને આપને તે સિવાય કોઇ બિમારી નથી કે કોઇ પણ પ્રકારની દવા પણ લેતાં નથી.
આપની સમસ્યાએ સામાન્ય રીતે મોટાભાગના પુરુષોમાં આ ઉંમરે અથવા તો લગ્નજીવનના ૮-૧૦ વર્ષ સેક્સ માણ્યા પછી સહજ માં જોવા મળે છે. તેનાં કારણોમાં
૧. થોડા વર્ષોના લગ્નજીવન – સેક્સલાઇફ બાદ ઘટતું રહેલું આકર્ષણ
૨. બાળકોનાં કારણે પત્નિ દ્વારા અપાતું ઓછું ધ્યાન કે પ્રતિભાવ
૩. લગ્નના શરૂઆતના કાળમાં યુવાની એ શક્તિ અને વીર્યથી ભરપૂર હોય છે. મતલબ કે પુરૂષ એ વીર્યવાન હોય છે અને ત્યારબાત શરીરમાં શુક્રધાતુ ઓછી થવાથી શીઘ્રપતન જેવી સમસ્યાઓ પેદા થાય છે.
૪. શક્તિવર્ધક કે વીર્યવર્ધક ઔષધો અને ખોરાક એ શરીરને ન મળવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે.
આયુર્વેદ અને કામસૂત્રના ગ્રંથોમાં વર્ણવ્યું છે કે જાતિય જીવન માણતાં રહેલાં પ્રત્યેક પુરુષે પોતાની શક્તિઓ ઓછી ન થાય અને વીર્ય – શુક્રધાતું નબળી ન પડે તે માટે નિત્ય એવા વાજીકર ઔષધોનું સેવન કરવું આવશ્યક છે જે પૌરૂષ શક્તિને જાળવી રાખે. માત્ર સેક્સ માટે જ નહીં પણ આપણાં રોજિંદા વ્યવહારમાં પણ આ પ્રકારના ખોરાક અને ઔષધથી શારીરિક અને માનસિક ક્ષમતા અનેક ગણી વધે છે.
નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. વૄષ્ય યોગ બે ગોળી બે વાર
૨. ચંદ્રપ્રભા વટી ટેબલેટ બે ગોળી બે વાર
૩. વીર્યસ્તંભન વટી એક ગોળી સવાર સાંજ
૪. શુક્રમાતૄકા વટી એક ગોળી બે વાર
૫. વાજીકરણ ચૂર્ણ એક ચમચી દૂધ સાથે બે વાર
૬. વાજીકરણ સ્પેશ્યલ તેલની લિંગ પર નિયમિત માલિશ કરવી જેથી લિંગની નસો મજબૂત થાય છે.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
હમણાં શક્ય હોય એટલી ઓછી વખત સમાગમ રાખવો.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps