Skip to content

દામ્પત્ય જીવનમાં કામોત્તેજના વધે તે માટે માર્ગદર્શન

Solved11.31K viewsCouple Sex problemErectile DysfunctionMen Sexual problemજાતિય મૂંઝવણAyurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda diet ayurveda doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda in india ayurveda medicine ayurveda medicines ayurveda qa ayurveda sex consulting ayurveda tips ayurveda treatment couple sex counselling couple sex problem dr ayurveda Dr. Nikul Patel female sex problem online ayurveda free consulting sex counselling sex education sex problem sexologist woman sexual health અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય સમસ્યા ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કામ સમસ્યા કામોત્તેજના જાતિય સમસ્યા દામ્પત્યજીવન પંચકર્મ લાઇફકેર આયુર્વેદ વધતી ઉંમર વૈદ્ય નિકુલ પટેલ શીઘ્ર સ્ખલન સેક્સ પ્રોબ્લેમ સેક્સ લાઇફ સેક્સ સમસ્યા સેક્સ સમસ્યા - કામ સમસ્યા સેક્સોલોજીસ્ટ સ્તંભન

નમસ્તે સાહેબ !
મારી ઉંમર ૩૮ વર્ષ છે અને મારા પત્ની ની ઉંમર ૩૫ વર્ષ છે અમારા દામ્પત્યજીવનને ૧૫ વર્ષ થયા છે, અત્યાર સુધી તો કોઇ તકલીફ ન હતી પણ હવે ક્યારેક સમાગમ કરતી વખતે તકલીફ પડે છે તેથી દામ્પત્ય જીવનમાં કામોત્તેજના વધે અને પુરુષની સ્તંભન શક્તિવધે તેના કોઇ ઉપાય અને ખાસ આહાર વિશે માર્ગદર્શન આપશો.

Question is closed for new answers.
lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
નમસ્તે !!

આપને જે સમસ્યા છે તે આવા સંજોગોમાં મોટાભાગનાં દંપતીમાં વધતા – ઓછા અંશે જોવા મળે જ છે. ઉંમર વધવાને તથા આકર્ષણ ઘટવાને કારણે જાતિય જીવનમાં યુવાની જેવો જોમ અને ઉત્સાહ રહેતો નથી. કૌટુંબિક જવાબદારી વધવાને કારણે પણ આ તરફ ધ્યાન ઘટતું જતું હોય છે, આવા સંજોગોમાં થોડી મુશ્કેલી રહેવાની શક્યતા જરૂર છે.

તેમ છતાં સેક્સ નિવૃત્તિની કોઇ ઉંમર હોતી નથી. અને તેનો આધાર સામાજિક જીવન, માનસિક સ્વસ્થતા, યોગ્ય વાતાવરણ, સામાન્ય તંદુરસ્તી અને જાતિય આકર્ષણ આ બધા પર રહેલો છે અને તેથી તે બધા નો સરવાળો કરીએ ત્યારે જ ખબર પડે કે આપણે હવે કેટલું પામી શકીશું. તેમ છતાં તેમાં યોગ્ય આહાર અને જરૂર પડ્યે શુદ્ધ આયુર્વેદિક – આડઅસર વિનાની – યોગ્ય માધ્યમ એટલે કે પ્રમાણિત વૈદ્ય પાસેથી લીધેલ હોય તો જ તે કામનું છે.

આપની સમસ્યામાં સૌથી પહેલા તો કામોત્તેજના એ શારિરીક ઓછી અને માનસિક વધારે તેવી અવસ્થા છે. પરસ્પર એકબીજા માટેનું આકર્ષણ અને એકબીજા માટેની ઉત્કટતા તેમાં વધારે ઉપયોગી નિવડે છે અને રહી વાત લાંબા સમય સુધી સ્તંભન ટકાવી રાખવાની … તો તે શક્ય છે યોગ્ય આહાર અને સાથે યોગ્ય રીતે લેવાયેલ વાજીકરણ શક્તિ વધારનારા ઔષધોથી.

આજકાલ બજારમાં પુરુષ શકિત વધારનારાં ઔષધોનો રાફડો ફાટ્યો છે અને જો તમે કેમિસ્ટ પાસે જઇને માંગો તો ઢગલો કરી દે છે, આવા સંજોગોમાં તમને લાભ થશે કે નહિં તે તો ખબર નથી પણ તે કેમિસ્ટ અને દવા બનાવનાર ને જરૂર ફાયદો થશે. સામાન્ય રીતે આ પ્રકારની દવાની ગુણવત્તા અને ઉપયોગિતા માટે હંમેશા પ્રશ્ન રહે જ છે અને આ પ્રકારની દવાઓ સીધે-સીધી કોઇ ફાર્મસી – જાહેરાત કરીને બજારમાં વહેંચી ન શકે તે માટે ઔષધ નિયમન તંત્ર જાગૃત જ છે.

અમુક પ્રકારના ઔષધ વૈદ્ય જાતે જ બનાવીને વાપરતાં હોય છે અથવા તો ફાર્મસી એ માત્ર વૈદ્યને જ વેચી શકે છે, તેથી આ બાબતને ધ્યાનમાં લેવી હિતાવહ છે.

ઔષધ માટે તો આપે યોગ્ય આયુર્વેદ કન્સલ્ટન્સ્ટ નો જ સંપર્ક કરવો રહ્યો. આપ ઓનલાઇન કન્સલ્ટીંગ દ્વારા ઔષધ મંગાવી શકો છો.

આહાર માટે..

સૂકોમેવો, દૂધ,ઘી, માખણ એ વધારે હિતકર છે.

અડદીયા પાક અને શિયાળામાં બનાવવામાં આવતા વસાણાં પણ જાતિય શક્તિ વધારે છે.

કૌચાપાક જેવા વિવિધ પાકો પણ ઉપયોગી છે.

અશ્વગંધા અને શતાવરી ના ચૂર્ણથી બનાવેલ શીરો પણ ખાઇ શકાય.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top