Skip to content

વજન વધારવા માટે શું ખાવુ ?

મારી ઊંમર ૨૬ વર્ષ ની છે પણ મારુ વજન ખુબ જ ઓછુ છે ને મારે વજન વધારવુ છે તો ખોરાકમાં શુ લઈ શકાય? અને દૂધ માં કયો પાવડર પી શકાય? તેના કારણે મારા સગપણ પણ નથી થતાં તો યોગ્ય ઊપાય જણાવશો?

Question is closed for new answers.
admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે

આપની ઉંમર ૨૬ વર્ષ છે.
સામાન્ય રીતે વજન અને ઉંચાઈ એ આધુનિક વિજ્ઞાનના એક માપદંડ છે. પણ તે દરેક અંશે સાચા હોતા નથી વજન તે જ માત્ર સ્વાસ્થ્ય નો માપદંડ નથી. પણ વધારે પડતું વજન ઘટવાનુ શરુ થવુ તે રોગ છે. પણ આજની ફેશનની દુનિયામાં મારે કેવા દેખાવું? જેનુ વધારે વજન છે તે લોકો ઘટાડવા માટે મથે છે અને જેનુ ઓછું વજન છે તે લોકો વધારવા માટે મથે છે.આવા સમયે દરેકને એવું થાય કે હું સ્વસ્થ હોઈશ કે નહિં મારું વજન વધારે છે કે ઓછું છે. આપણો વજન માટેનો માપદંડ જે છે તે જો આ દિશામાં હોય તો ખરેખર ખોટો છે. વજન અને સ્વાસ્થ્ય તેને એક રીતે કોઈ લેવાદેવા નથી. કારણકે વજન નો આધાર એ આયુર્વેદની દ્રષ્ટિએ માંસ અસ્થિ એટલે કે હાડકા માંસ એટલે કે માંસપેશીઓ આ બધા ઉપર હોય છે. તેથી ઘણીવાર એમ પણ બને કોઈનું શરીર ફૂલેલું હોય અને વજન ઓછું હોય ને કોઈ નું શરીર દેખાતું જાડું ન હોય અને પણ વજન વધારે હોય તો આવી રીતે માતા- પિતા તરફથી જે કંઈ પણ બાંધો મળ્યો છે તે બાંધા પ્રમાણે વજન હોઈ શકે.
આપની સમસ્યામાં આપને એવું લાગે છે કે આપનું વજન ઓછું છે ને આપને વજન વધારવું છે. ક્યાંક વધારે પડતાં પાતળા દેખાવાના કારણે પણ વજન વધારવાની જરૂર લાગતી હોય તો તેવા સમયે સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારી દિનચર્યા ને યોગ્ય બનાવી પડે.

નીચેની બાબતોનું ધ્યાન રાખીશું તો ચોક્કસ થી વજનમાં ફરક પડશે.

(૧) પાચનક્રિયા તમારી બરાબર હોવી જોઈએ.જે વધારે સારી બની રહે તે માટે સવારે વહેલા ઉઠીને ચાલવાનું
દોડવાનું પ્રાણાયમ, યોગાસન હળવી કસરતો આ બધુ જ કરવું જોઈએ.સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ.
(૨) જ્મ્યા પછી વજ્રાસનમાં પાંચ મિનિટ બેસવું જોઈએ. તરત જ સૂઈ જવું ન જોઈએ.
(૩) રાત્રે નિયમિત સમયસર સૂઈ લેવું જોઈએ.
(૪) ખોરાક સમયસર અને ખાસ કરીને ભૂખ લાગે ત્યારે લેવો જોઈએ.
(૫) ખોરાકમાં દૂધ, ઘી,મીઠાઈ, સૂકો મેવો, અડદિયો, અડદિયાપાક, વગેરેનું પ્રમાણ વધારવું જોઈએ.
(૬) જરૂર પડે તો અશ્વગંધાદિ ચૂર્ણ દૂધમાં સવાર- સાંજ ૧-૧ મોટી ચમચી લેવું , અથવા તો કૌચાપાક, અથવા તો ચ્યવનપ્રાશ નિયમિત રીતે એ લઈ શકાય.
(૭) વજન વધારવા માટે ખાસ કરીને જ્યારે પાચનશકિત નબળી હોય અને માંસપેશીઓ પણ મજબૂત ન હોય તેવા સમયે તલના તેલનું શરીર પર માલિશ પણ કરી શકાય. આ પ્રક્રિયા નિયમિત રીતે એક – બે વર્ષ કરવાથી તમારું કાયમીરીતે તે વજન સેટ થઈ જશે.

 બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
 અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
 આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top