Skip to content

સોળ સંસ્કાર શું છે? – sol sanskar su che ?

Solved16.13K viewsગર્ભ સંસ્કારસોળ સંસ્કારAyurveda Consulting ayurveda medicines garbha sanskar sanskar અગ્નિ સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી ઉપનયન સંસ્કાર ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કર્ણવેધ સંસ્કાર કર્ણવેધન સંસ્કાર કેશાન્ત સંસ્કાર ગર્ભ સંસ્કાર ગર્ભસંસ્કાર ગર્ભાધાન જાતકર્મ સંસ્કાર દિવ્ય સંતતિ દૈવી સંતતિ દૈવી સંતાન નામકરણ સંસ્કાર નિષ્ક્રમણ સંસ્કાર પુંસવન સંસ્કાર ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિ વપન (ચૂડાકર્મ) સંસ્કાર વિવાહ સંસ્કાર વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર વેદારંભ સંસ્કાર વૈદિક સંસ્કાર વૈદિક સંસ્કૃતિ વૈદ્ય વૈદ્ય નિકુલ પટેલ શ્રેષ્ઠ સંતતિ ષોડશ સંસ્કાર સમાવર્તન સંસ્કાર સંસ્કાર સંસ્કાર સિંચન સીમન્તોન્નયન સંસ્કાર સોળ સંસ્કાર

નમસ્તે સાહેબ.

સોળ સંસ્કાર શું છે? તેની માહિતી ક્યાંથી મળી શકે? તેના માટે કોઈ કોર્સ હોય તો જણાવશો. બહારગામ રહેતા હોઈએ તો ઓનલાઇન કોર્સ કરી શકાય? ક્યારથી કરી શકાય. તેના માટે કેવી રીતે સંપર્ક કરવો. વિગતવાર જણાવશો.

Question is closed for new answers.
admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
ભારતીય સંસ્કૃતિ એ આદર્શ સમાજજીવનની દ્યોતક છે. આદર્શ પુરૂષ, આદર્શ પરિવાર અને આદર્શ સમાજ ની સાથે સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું બીજારોપણ પેઢી દર પેઢી થાય તેના માટે સતત જાગૃત એવી આપણી આ ભારતીય સંસ્કૃતિ છે. આદર્શ ભારતીય જીવન પ્રણાલીની પાછળ રામ-કૃષ્ણ જેવા અવતારો અને મનુથી શરૂ કરીને વશિષ્ઠ, વાલ્મિકી, પરાશર, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્ક્ય જેવા તપોનિષ્ઠ ઋષિઓના જીવનોનાં યોગદાન રહ્યાં છે. ભારતીય જીવનપ્રણાલીમાં આદર્શ જીવન માટેનો આગ્રહ પણ એટલો જ પ્રત્યેક પરિવારમાં હતો, અને તેનું જ તો પરિણામ વ્યક્તિમાં, પરિવારમાં અને સમાજમાં જોવા મળતું હતું. જે આજે પણ જીર્ણ અવસ્થામાં જીવંત રહ્યું છે તેનું કારણ એ જ કે એ સંસ્કારો આજે પણ રંગસૂત્રોમાંથી નીકળી શકતાં નથી.

આ જ કારણે આજે પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જેને આદર છે અને સંસ્કારોનું જેને મન મહત્વ છે અને તેને પ્રાપ્ત કરવા માટે થોડું વેઠવાની અને માનસિક રીતે તૈયાર રહેવાની જેની તૈયારી છે તેના નવદંપતિ માટે આશીર્વાદ રૂપ બની રહે તે અર્થે આ પોસ્ટ અર્પણ કરી રહ્યો છું.

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મનુષ્ય યોનિમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ પર થનારા વિવિધ સંસ્કારોનું આપણાં ધર્મગ્રંથોમાં અલગ – અલગ રીતે સુપ્રયોજિત વર્ણન કરેલ છે અને તેના માટેનો સુસ્પષ્ટ આગ્રહ પણ છે. જન્મપૂર્વેથી એટલે કે ગર્ભસંસ્કારથી શરૂ કરીને મૃત્યુ સુધીના તમામ સંસ્કારો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આ ત્રણેય બાબતોને ઉજાગર કરે છે અને તેથી જેને મન મનુષ્ય જન્મનું મહત્વ છે અને જે આગળની પેઢીમાં એક સંસ્કાર સિંચનને મહત્વ આપે છે; તેવા જાગૃત પતિ-પત્નિ માટે જ આપણાં ઋષિઓ એ આ ભાથું આપેલું છે.

આ તમામ સંસ્કારો પૈકી કેટલાંક સંસ્કારો પાછળ આયુર્વેદનો આરોગ્યને લઇને એક વિશેષ દ્રષ્ટિકોણ રહેલો છે અને તેથી જ આ બાબતે બધું વિસ્તારપૂર્વક સમજવું એ આપણી પ્રાથમિક આવશ્યકતા છે. આ બધા સંસ્કારોની પદ્ધતિ, રિવાજ, સંખ્યા એ બધામાં વિસ્તાર પ્રમાણે થોડો-ઘણો ફરક હોઇ શકે છે અને તે રીતે જોતા તે માત્ર સોળની સંખ્યામાં જ ન રહેતાં તેનાથી વધારે છે. પણ આંકડામાં ન પડતાં તેની પાછળનો હેતુ, સમજ અને પદ્ધતિ ને આપણે ધ્યાનમાં લેવી જોઇએ.
હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કાર આ પ્રમાણે છે.
1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3. સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
16. અગ્નિ સંસ્કાર

 

– આપ બહારગામ રહેતા હોવ તો પણ આપ ઓનલાઇન કોર્સ દ્વારા સોળ સંસ્કાર અને ખાસ કરીને ગર્ભ સંસ્કારનું માર્ગદર્શન મેળવી શકો છો. અને તેના માટે આપ અમારા નીચેના સંપર્ક પર ફોન, ઇમેઇલ કે વૉટ્સએપ દ્વારા સંપર્ક કરી શકો છો.
– આ કોર્સ માટે ખાસ કરીને ગર્ભ રાખવાનાં બે મહિના પહેલાં જ શરૂ કરો તે વધારે સારૂં છે અને તે સિવાય ગર્ભાવસ્થા બાદ ગમે ત્યારે પણ શરૂ કરી શકો છો.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top