Skip to content

ગુપ્તાંગ ની ચામડી પર અતિ ખંજવાળ આવવી

0 Comments

વૃષ્ણકોથલી અને શિશ્ન ની ચામડી ચૂષ્ક થઈ જવી અને તેના પર અતિશય ખંજવાળ આવવી વધુ ખંજવાળ થી લોહી નીકળવું તેમજ પાણી કલર નું પ્રવાહી નીકળવું ક્યારેક વધુ ચામડી સુકાઈ જવાથી તિરાડ પડી લોહી નીકળી આવે છે આવું વારંવાર અને રાત્રે સૂતી વખતે વધુ થાય છે sir.. તેના નિવારણ માટે ની માહિતી આપવા વિનંતી sir… હાલ બહુ પીડાઈ રહ્યો છું આનાથી ચાલવામાં પણ આના લીધે તકલીફ પડે છે તેમજ ગુપ્તાંગ પર ચામડી સુકાઈ જવાથી ખંજવાળ દ્વારા ચામડી નું ઉપરનું આવરણ નીકળી અને નવી કોમળ ચામડી આવી ગઈ છે અને એમાં ફરી આવું થવાથી લોહી આવવું ઝડપથી તેમજ ચામડી ઉપસી આવે છે …sir please answer me

admin Changed status to publish

નમસ્તે

આપનો દિવસ સ્વસ્થ રહે !!

ડૉ. નિકુલ પટેલ દ્વારા સંચાલિત આયુર્વેદના આરોગ્ય વિશ્વમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે વૃષણ (અંડકોષની કોથળી) અને શિશ્નની ચામડી સૂકી થઈ જાય છે, ખૂબ ખંજવાળ આવે છે, ખંજવાળથી લોહી અને પાણી જેવું પ્રવાહી નીકળે છે અને રાત્રે તકલીફ વધે છે.

આયુર્વેદમાં આ પ્રકારની તકલીફ પિત્ત-કફ દોષથી થતા ત્વચા રોગ (વિચર્ચિકા / ખરજવા જેવી સ્થિતિ) તરીકે જોવાય છે. ભેજ, પરસેવો, ચુસ્ત કપડાં, સાબુ અને લોહીમાં ગરમી વધવાથી તે વારંવાર ઉથલો મારે છે.

ફૂગ (ફંગલ ઇન્ફેક્શન) કે ડાયાબિટીસ ને કારણે પણ આવું થઈ શકે, તેથી એક વાર બ્લડ સુગરની તપાસ જરૂર કરાવવી.

નીચેના ઔષધો ૩ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ સંપર્ક કરશો.

  1. આરોગ્યવર્ધિની વટી – ૨ ગોળી સવાર-સાંજ
  2. ગંધક રસાયન – ૨ ગોળી સવાર-સાંજ
  3. મહામંજિષ્ઠાદિ કવાથ – ૧૫ મિલિ સવાર-સાંજ સરખા પાણી સાથે
  4. ખંજવાળવાળી જગ્યાએ જાત્યાદિ તેલ / મહામરિચ્યાદિ તેલ દિવસમાં ૨ વાર હળવા હાથે લગાડવું

ધ્યાન રાખવું: સુતરાઉ અને ઢીલાં અંતઃવસ્ત્ર પહેરવાં, તે જગ્યા સૂકી રાખવી, સાબુ ઓછો વાપરવો, ખંજવાળવું નહિ. દહીં, ખાટું, આથાવાળું, તળેલું, માંસાહાર અને વિરુદ્ધ આહાર (દૂધ સાથે ફળ, ખાટું વગેરે) બંધ કરવા.

પંચકર્મ: વિરેચન કર્મ, રક્તમોક્ષણ (જળૌકા) – નજીકના પંચકર્મ સેન્ટરમાં.

નોંધ:

અહીં આપેલી સલાહ સુરક્ષા અને દરેક જગ્યાએ ઉપલબ્ધતાના આધારે આપવામાં આવી છે. જોકે, પરિણામ દવા બનાવનાર કંપનીની ગુણવત્તા પર આધાર રાખી શકે છે.

અમારી પાસે સારી ગુણવત્તાની દવાઓ પણ ઉપલબ્ધ છે. અમે દવાઓ બિન-વ્યાવસાયિક ધોરણે બનાવીએ છીએ અને માત્ર અમારા ક્લિનિક પરથી જ મોકલીએ છીએ. કોઈ પણ વ્યક્તિ અમારે ત્યાંથી શુદ્ધ દવાઓ લઈ જઈ શકે છે અથવા કુરિયર દ્વારા દુનિયાભરમાં મંગાવી શકે છે (કુરિયર ચાર્જ અલગ). ઓનલાઇન કન્સલ્ટિંગ દ્વારા દવા મેળવવા માટે ઈમેલ અથવા વોટ્સએપ મેસેજ કરો.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top