Skip to content

Melasma on Face

0 Comments
admin Changed status to publish

નમસ્તે

આપનો દિવસ સ્વસ્થ રહે !!

ડૉ. નિકુલ પટેલ દ્વારા સંચાલિત આયુર્વેદના આરોગ્ય વિશ્વમાં આપનું સ્વાગત છે.

હા, મેલાસ્મા પર નિયંત્રણ ચોક્કસ થઈ શકે છે, પણ ધીરજ જોઈએ – ૬ મહિના કે વધુ સમય લાગે. આયુર્વેદમાં તેને વ્યંગ કહે છે, જે પિત્ત દોષ, તડકો, હોર્મોન, ચિંતા અને કેમિકલવાળાં ક્રીમ ને કારણે થાય છે.

સ્ટીરોઇડવાળી ફેરનેસ ક્રીમ ક્યારેય ન વાપરવી – તેનાથી મેલાસ્મા વધે છે. થાઇરોઇડ અને Hb રિપોર્ટ એક વાર કરાવી લેવા.

નીચેના ઔષધો ૩ – ૬ મહિના લો:

  1. મહામંજિષ્ઠાદિ ક્વાથ – ૧૫ મિલિ સવાર-સાંજ
  2. આરોગ્યવર્ધિની વટી – ૨ ગોળી સવાર-સાંજ
  3. કામદુધા રસ – ૧ ગોળી સવાર-સાંજ
  4. રાત્રે કુમકુમાદિ તેલનાં ૨-૩ ટીપાં ચહેરા પર લગાડવાં
  5. અઠવાડિયે ૨ વાર મંજિષ્ઠા + ચંદન + મસૂર દાળનો લેપ દૂધમાં કરીને લગાડવો

ધ્યાન રાખવું: તડકામાં છત્રી/સ્કાર્ફ, ઉજાગરા અને ચિંતા ટાળવી, ખાટું-તીખું-તળેલું ઓછું, પૂરતી ઊંઘ.

પંચકર્મ: વિરેચન, નસ્ય (કુમકુમાદિ તેલ થી).

નોંધ:

અહીં આપેલી સલાહ સુરક્ષા અને દરેક જગ્યાએ ઉપલબ્ધતાના આધારે આપવામાં આવી છે. જોકે, પરિણામ દવા બનાવનાર કંપનીની ગુણવત્તા પર આધાર રાખી શકે છે.

અમારી પાસે સારી ગુણવત્તાની દવાઓ પણ ઉપલબ્ધ છે. અમે દવાઓ બિન-વ્યાવસાયિક ધોરણે બનાવીએ છીએ અને માત્ર અમારા ક્લિનિક પરથી જ મોકલીએ છીએ. કોઈ પણ વ્યક્તિ અમારે ત્યાંથી શુદ્ધ દવાઓ લઈ જઈ શકે છે અથવા કુરિયર દ્વારા દુનિયાભરમાં મંગાવી શકે છે (કુરિયર ચાર્જ અલગ). ઓનલાઇન કન્સલ્ટિંગ દ્વારા દવા મેળવવા માટે ઈમેલ અથવા વોટ્સએપ મેસેજ કરો.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top