Skip to content

સ્તનપાન વિશે જાણકારી જોઈએ છે?

નમસ્તે સર
અકાળે ધાવણ છોડાવવું છે. તો તે માતા અને બાળક માટે નુકસાનકારક ખરું? ફેશન અને શરમને કારણે ઘણી બહેનો પોતાનાં બાળકોને ધવરાવતી નથી અને વહેલું છોડાવી દે છે તો તેના લાભાલાભ વિષે માર્ગદર્શન આપશો?

આ વિષય પર વિગતવાર વાંચો

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપનો પ્રશ્ર્ન એ ખૂબ જ અગત્યનો છે. મા અને બાળક વચ્ચે નો સંબંધ માતાના ધાવણ થકી છે. માનું ધાવણ એ બાળકને પુષ્ટ કરનારુ છે. આયુષ્ય આપનારુ છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારનારુ છે. પોષણ આપનારું છે. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો એ બાળકો માટે અમુક ઉંમરની દ્રષ્ટિએ માતાનું સ્તનપાન એ ખૂબ જ જરુરી છે. માતા જો બિમાર ન હોય એટલે કે સ્વસ્થ હોય તો માતાનું દૂધ તે ત્રિદોષશામક એટલે કે ત્રણ દોષ વાયુ પિત્ત કફનું શમન કરનારા છે. તે બળ આપનાર છે. આંખોનું તેજ વધારનાર છે. સૌથી મહત્વની વાત એ છે કે તે બાળકને તૃપ્ત કરનાર છે. આયુર્વેદ્માં તો એટલે સુધી કહ્યું છે કે જો માતા અસ્વસ્થ હોય અથવા તો માતાનું મૃત્યુ થયુ હોય ત્યારે તેના જેવા જ સ્વાભાવવાળી સ્વસ્થ એ ધાત્રી અથવા તો આયાનું ધાવણ એ આપવું જોઈએ.
પ્રશ્ર્ન એ છે કે અકાળે ધાવણ છોડાવવું તે માતાને બાળક માટે નુકશાનકારક ખરુ? તો બાળક માટે તો ચોક્કસ નુકશાનકારક છે. તે તો ઉપરના ફાયદા પ્રમાણે આપણને ધ્યાનમાં આવે પણ માતા માટે
પણ તે નુકશાનકારક છે. ઘણા બધા સંશોધનના અંતે એવું પણ ધ્યાનમાં આવે છે. એ જે સ્ત્રીઓ ઓછુ સ્તનપાન કરાવે છે અથવા તો વહેલા ધાવણ મૂકાવી દે છે. નોકરીના કારણે સમય ના મળવાને કારણે અથવા તો પોતાનું સૌંદર્ય જાળવવા માટે થઈને આમાના કોઈપણ કારણો હોઈ શકે. સિવાય કે તે બિમાર હોય પણ અકાળે કે વહેલા ધાવણ છોડાવાથી સ્તન માં ગાંઠ્ થવાના અથવા તો સ્તન કેન્સર થવાના ચાન્સ વધી જાય છે. સ્તન ની અંદર ધાવણ ભરાવવાથી દુખાવો થવો સોજો આવવો ધાવણ લાવાનારી નળીઓની અંદર ધાવણ ભરાઈ જવાથી તેમાં ગાંઠ બનવી.

આ બધુ નુકશાન તો છે ફેશન કે શરમને કારણે થઈને પોતાના બાળકને ન ધવરાવવા આ માતૃવાત્સલ્યની ફરજમાંથી દૂર થવા જેવી વાત છે.

એકરીતે જોઈએ તો બાળકના જન્મથી જ માતૃત્વ પેદા થાય છે. અને ભગવાને એવી વ્યવસ્થા ગોઠવી છે. કે જેવો બાળકનો જન્મ થાય ત્યારે વાત્સલ્યનું પૂર એ બંને સ્તનોમાં દૂધ દ્વારા વહીને આવતું હોય છે. તેવા સમયે તે વાત્સલ્યનું ઝરણું એ પોતાના બાળકને એ પ્રાપ્ત થાય તેવા વાત્સલ્ય ભાવથી માતા અને બાળકના વચ્ચેના સંબંધના ભાવથી જો જોઈએ તો તે માતા અને બાળક વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ બનાવનારુ છે.તેથી સ્તનપાન ન છોડવામાં જ ફાયદો છે.

દુનિયામાં અનેક વિધ પ્રયોગો કરીને સાબિત કરવામાં આવ્યું છે કે માતા પાસેથી માત્ર તેનું ધાવતુ બાળક જો ઝુટવી લેવામાં આવે તો તેને બાળકને સ્તનપાન કરાવવાની ના પાડવામાં આવે તો માતાના સ્વાભાવમાં ત્યાગ ઉદારતા સમર્પણ સહનશીલતા પ્રેમ, વાત્સલ્ય આ બધા ઓછા થતા હોય છે. અને આ બધુ જ જોઈએ તો સ્તનપાન વહેલા બંધ કરવું તે સૌંદર્ય કરતા માનસિક સૌંદર્ય ને વધારે નુકશાન કરે છે પોતાના સ્ત્રીત્વ અથવા તો માતૃત્વને પણ ખૂબ જ નુકશાન કરે છે. બાળકને મળનારું પોષણ તે તો બાદ જ થઈ જાય છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top