નમસ્તે સર
મને મળ માર્ગે બળતરા થાય છે. તો તેના માટે મારે કંઈ કંઈ દવા કરવી જોઈએ? અને જમવામાં કઈં કંઈ પરેજી પાળવી પડશે?
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને મળમાર્ગે બળતરા થાય છે.
ખાસ કરીને આવા સમયમાં સૌથી પહેલાં તીખું એટલે કે ખાસ કરીને મરચું બિલકુલ બંધ કરી દેવું જોઈએ. બજરના નાસ્તા તળેલું બધુ બંધ કરી દેવું જોઈએ.
થોડાક દિવસ માટે આપે રોટલી અને દૂધ એવો જ ખોરાક રાખીને બળતરા બંધ થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. ત્યારબાદ ધીરે ધીરે તે ખોરાક ચાલુ કરવો જોઈએ.
પણ એકવાર તમને મળમાર્ગ માં બળતરા થઇ છે તો કાયમ માટે આપે તીખું આપે બિલકુલ ઓછુ કરવું જોઈએ. તળેલું ઓછું ખાવું જોઈએ. જરૂર પડે તો શાક પણ ઘીમાં વઘારીને ખાવું જોઈએ.
બેકરીની આઈટમ જેવી કે બ્રેડ, બિસ્કિટ પાંઊ, સદન્તર બંધ કરવા જોઈએ. મેંદાની વસ્તુઓ બંધ કરવી જોઈએ.
અથાણા આથેલી વસ્તુઓ પણ બંધ કરવા જોઈએ.
જમતી વખતે મોળી અને પાતળી છાશ એ નિયમિત રીતે લેવી જોઈએ.
નીચે પ્રમાણે તમે આ દવાઓ શરૂ કરી શકો છો
૧. અવિપતિકર ટેબલેટ બે ગોળી બે વાર
૨.અમ્લપિત્તહર ટેબલેટ બે ગોળી બે વાર
૩.ચન્દ્રકલારસ બે ગોળી બે વાર
૪ હરડે ચૂર્ણ રાત્રે સૂતી વખતે એક ચમચી સહેજ નવશેકા પાણી સાથે લેવું
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
૫ વજ્રાસન
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps